કચ્છખબરડૉટકોમ, ભુજઃ પત્નીને તેની બહેન પોતાની વિરુધ્ધ ચડામણી કરતી હોવાનો વહેમ રાખીને સાળી પર કુહાડી વડે જીવલેણ હુમલો કરનાર જમાઈને ભુજ કૉર્ટે સાત વરસની કેદની સજા ફટકારી છે. ભુજના ભારાસર ગામે રહેતા મામદ અમીન સમા નામના યુવકને ભુજના સાતમા અધિક સેશન્સ જજ એન.પી. રાડિઆએ આ સજા ફટકારી છે. હત્યાના પ્રયાસનો બનાવ બીજી ઑગસ્ટ ૨૦૨૧ના રોજ ખાવડાના મોટા દિનારા ગામે બન્યો હતો. રિસામણે બેઠેલી પત્ની હવાબાઈ જોડે સમાધાન કરીને તેને તેડવા પતિ મામદ દિનારા પહોંચ્યો હતો. જો કે, હવાબાઈને તેની બહેન સલમા ચડાવતી હોવાનો અને સમાધાન થવા દેતી ના હોવાનો વહેમ રાખીને મામદે સલમાના માથા પાછળ કુહાડી ઝીંકી દેતા તેને હેમરેજ સહિતની ગંભીર ઈજા પહોંચી હતી. આ કેસમાં સરકાર તરફે એડવોકેટ પી.વી. વાણિયાએ દલીલો કરી હતી.
Share it on
|