click here to go to advertiser's link
Visitors :  
18-Sep-2025, Thursday
Home -> Bhachau -> Man arrested for grabbing 6.18 Acre farm land in Old Katariya Bhachau
Wednesday, 17-Sep-2025 - Lakadiya 537 views
ભચાઉઃ જૂના કટારીયામાં ૬.૧૮ એકરનું ખેતર પચાવી પાડનારની લેન્ડગ્રેબિંગ હેઠળ ધરપકડ
કચ્છખબરડૉટકોમ, લાકડીયાઃ ભચાઉ તાલુકાના જૂના કટારીયા ગામે ૧૮ લાખની કિંમતનું ૬ એકર ૧૮ ગુંઠા ખેતર ગેરકાયદે પચાવી પાડવા બદલ ગામના ઉમર હસન સરપાણી (રાઉમા) સામે લેન્ડગ્રેબિંગ એક્ટ તળે ફરિયાદ દાખલ થઈ છે. લાકડીયા પોલીસ મથકે આજે બપોરે ગુનો દાખલ થયા બાદ ગુનાની તપાસ કરી રહેલા ડીવાયએસપી સાગર સાંબડાના માર્ગદર્શન હેઠળ પીઆઈ જે.એમ. જાડેજાએ આરોપીની ધરપકડ કરી લીધી છે.
આ ખેતર મૂળ રાપરના ગોવિંદપર ગામના વતની અને વર્ષોથી મહારાષ્ટ્રના નાસિકમાં સ્થાયી થયેલા ગણેશભાઈ પ્રેમજીભાઈ ગામી (પટેલ) અને તેમના પરિચિત જયંતીભાઈ તથા પ્રવિણભાઈ પટેલની માલિકીનું છે.

જો કે, છેલ્લાં ત્રણ ચાર વર્ષથી આરોપીએ આ ખેતરનો ગેરકાયદે કબજો કરીને તેમાં વાવેતર કરવાનું શરૂ કરી દીધેલું. ખેતરનો કબજો સોંપતો નહોતો. જેથી ગણેશભાઈના ભાઈ કરમશીએ કલેક્ટરની અધ્યક્ષતાવાળી કમિટી સમક્ષ લેન્ડગ્રેબિંગ હેઠળ ઉમર સામે ગુનો નોંધવાનો હુકમ કરવા અરજી કરી હતી. સમિતિએ જમીનના આધાર પુરાવા જોઈ ગુનો નોંધાવવા હુકમ કરતા કરમશી ગામીએ આજે લાકડીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

Share it on
   

Recent News  
સાળીના માથામાં કુહાડી ઝીંકી હત્યાનો પ્રયાસ કરનાર જીજાજીને સાત વર્ષનો કારાવાસ
 
ભુજ ભારાપરની વિવાદી જમીન અંગે કોંગ્રેસના આરોપ વચ્ચે મામલતદારના હુકમથી નવો વળાંક
 
હાથના પંજા લડાવવાની મસ્તીમાં થયેલી માથાકૂટ મોત બની ગઈઃ ભચાઉનો મર્ડર કેસ ડિટેક્ટ