click here to go to advertiser's link
Visitors :  
06-Jul-2026, Monday
Home -> Bhuj -> Man Runs Over Sister Two Others In Car Attack Over Affair near Mankuva
Sunday, 05-Jul-2026 - Bhuj 2028 views
બહેનના મૈત્રી કરારથી નારાજ ભાઈનો કારની ટક્કર મારી ત્રણ જણને મારી નાખવા પ્રયાસ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગામનાં યુવક સાથે મૈત્રી કરારથી રહેતી અને એક બાળકની માતા બનેલી પરિણીત બહેનના લગ્નેતર સંબંધથી નારાજ નાના ભાઈએ કારની ટક્કર મારીને બહેન, તેના પુત્ર અને મિત્રને મારી નાખવા પ્રયાસ કર્યો છે. ભુજના સુખપર જૂનાવાસ ગામે રહેતી ૩૦ વર્ષની રમીલા D/o રામજી સીજુએ આપેલી ફરિયાદના આધારે માનકૂવા પોલીસે તેના નાના ભાઈ દિનેશ સીજુ વિરુધ્ધ હત્યાના પ્રયાસ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે.

નખત્રાણાના ભડલી ગામની વતની રમીલાએ જણાવ્યું કે અગાઉ તેના લગ્ન ભુજમાં થયેલાં. લગ્નજીવન દરમિયાન ત્રણ પુત્રોની માતા બનેલી. જો કે, પતિ જોડે મનમેળ ના આવતાં સાત વર્ષ અગાઉ તે ત્રણે પુત્રોને લઈને પિયર ભડલી રહેવા જતી રહેલી. દરમિયાન, તેને ગામમાં રહેતા ધનજી કાનજી મારવાડા નામના યુવક સાથે મિત્રતા થયેલી. બેઉ જણે સાથે રહેવાનું નક્કી કરેલું.

ચાર વર્ષ અગાઉ મૈત્રી કરાર કરીને રમીલા ત્રણે દીકરાને પિયરે પિતાના ઘરે રાખીને સુખપર ગામે ધનજી જોડે રહેવા આવી ગયેલી. ધનજી સાથેના સંબંધોથી રમીલા વધુ એક પુત્રની માતા બની છે. ધનજી સાથેના મૈત્રી કરારથી રમીલાના સ્વજનો નારાજ છે. ખાસ કરીને, નાનો ભાઈ દિનેશ અવારનવાર રમીલા જોડે આ બાબતે માથાકૂટ કરતો રહ્યો છે.

ગુરુવારે રમીલા તેના અઢી વર્ષના પુત્ર અને મિત્ર ધનજી જોડે ભડલી આવેલી. ગુરુવારે સવારે સાડા નવના અરસામાં ત્રણે જઈ બાઈકથી સુખપર પરત જતા હતા ત્યારે પાયરકા અને મખણા ગામ વચ્ચે કબીરવાડી પાસે પાછળથી સ્કોર્પિયો કાર લઈને આવેલાં દિનેશે ત્રણેને મારી નાખવાના હેતુથી બાઈકને જોરદાર ટક્કર મારેલી.

ટક્કરના લીધે ત્રણે જણ બાઈક સમેત રોડ પર પટકાયાં હતા. દિનેશે ફરી ટક્કર મારતાં ત્રણે જણ રસ્તાની બાજુના ખાડામાં પટકાયાં હતા. ટક્કર માર્યા બાદ દિનેશ ગાડી લઈને ભુજ તરફ નાસી ગયો હતો.

બનાવ બાદ એકત્ર થઈ ગયેલી પબ્લિકે ત્રણે જણને ૧૦૮ મારફતે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડ્યાં હતા. હુમલામાં રમીલાને જમણા પગે ફ્રેક્ચર અને સાતથી આઠ ટાંકા આવ્યાં છે. પુત્ર અને મિત્ર ધનજીને શરીરે મુઢ માર તથા છોલછાંભ જેવી ઈજાઓ થઈ છે. સામાજિક રાહે સમાધાનની વાતો ચાલતી હોઈ રમીલા ફરિયાદ નોંધાવતા અચકાતી હતી. પોલીસે આરોપી દિનેશની ધરપકડ કરી ગુનામાં વપરાયેલી કાર જપ્ત કરી છે.

Share it on
   

Recent News  
એક જ ગુનો, એક જ કૉર્ટ અને એક જ દિવસે સુનાવણી, એકને મળી બેઈલ ને બીજાને મળી જેલ!
 
‘આપ’નો નામીચો પ્રમુખ સંજય બાપટ પક્ષની જ મહિલા પ્રમુખના ૯ લાખ રૂપિયા ઓળવી ગયો!
 
કચ્છમાં નવજાત શિશુઓના આરોગ્ય સાથે ખતરનાક ચેડાં! એક્સપાયર સપ્લિમેન્ટ્સનું વેચાણ