કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ માધાપર વચ્ચે આવેલા નળવાળા સર્કલ પાસેથી ટ્રાફિક પોલીસે છેતરપિંડીના હેતુથી કારમાં ચાર નકલી ગોલ્ડ બિસ્કીટ લઈને ફરી રહેલા ભુજના યુવકની ધરપકડ કરી છે. રાત્રે આઠ વાગ્યાના અરસામાં જિલ્લા ટ્રાફિક પોલીસ વાહન ચેકીંગ કરી રહી હતી ત્યારે નંબર પ્લેટ વગરની મારુતિ સ્વિફ્ટ કારને આવતી જોઈ પોલીસે તેને અટકાવી હતી. કારની તલાશી લેતા ચાર નકલી ગોલ્ડ બિસ્કીટ મળી આવ્યા હતા. આ બિસ્કીટ પર ૧૦૦ ગ્રામ સોનાના ૪ નકલી બિસ્કીટ મળી આવ્યા હતા. આ બિસ્કીટ પર ૯૯૯.૦ એવી પ્રિન્ટ પણ ઉપસાવાયેલી હતી. પોલીસે કારચાલક અબ્બાસ જુસબ મોખા (ઉ.વ. ૨૬, રહે. ભીડ નાકા બહાર, દાદુપીર રોડ, ભુજ)ની પૂછપરછ કરતાં તેણે છેતરપિંડીના ઈરાદે નકલી ગોલ્ડ બિસ્કીટ રાખ્યા હોવાનું કબૂલ્યું હતું. અબ્બાસને ભુજ બી ડિવિઝન પોલીસના હવાલે કરી ટ્રાફિક પોલીસે તેની વિરુધ્ધ ગુનો નોંધાવી ત્રણ લાખની કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
Share it on
|