|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના સુરલભીટ નજીક રહેતી અને અભ્યાસ કરતી અનુસૂચિત જાતિની ૨૧ વર્ષિય યુવતીનું જીવન નજીકમાં રહેતાં અબ્દુલ નામના યુવકે દુષ્કર કરી નાખ્યું છે. આ યુવતી બાથરૂમમાં ન્હાતી હતી તે વીડિયો ગમે તે રીતે અબ્દુલે રેકોર્ડ કરી લીધો હતો. બનાવ અંગે જાણ થતાં યુવતી અને તેના સ્વજનો શનિવારે સવારે અબ્દુલને ઠપકો આપવા ગયા હતા. ‘ઉલટા ચોર કોતવાલ કો ડાંટે’ની જેમ અબ્દુલે પોતાના કરતૂત પર લાજવાના બદલે ગાજ્યો હતો. અબ્દુલે યુવતી સહિતના લોકોને ભૂંડી ગાળો ભાંડી, જાતિવાચક અપશબ્દો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ‘લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે’ તેમ માનીને યુવતીએ બપોરે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે અબ્દુલ સામે એટ્રોસીટી, આઈટી એક્ટ સહિતની વિવિધ ગંભીર કલમો તળે ફરિયાદ નોંધાવી હતી. ગુનાની તપાસ એસસી એસટી સેલના નાયબ પોલીસ અધીક્ષક કરી રહ્યા છે.
Share it on
|