કચ્છખબરડૉટકોમ, ભુજઃ મહારાષ્ટ્રના પૂણેના ચંદનનગર ખાતે રહેતી વ્યક્તિ સાથે મોટી ઠગાઈ કરવાના ગુનામાં ભુજના ત્રણ યુવકોની સંડોવણી ખૂલી છે. ચંદનનગરની પોલીસે આજે ભુજ આવી સ્થાનિક પોલીસની મદદથી ત્રણેય યુવકોની અટકાયત કરી લીધી છે. ત્રણે સામે થોડાંક સમય અગાઉ ચંદનનગર પોલીસ મથકે ઈપીકો કલમ ૪૦૯, ૪૧૯, ૪૨૦ અને આઈટી એક્ટની કલમો તળે ગુનો દાખલ થયો હતો. પોલીસ હાલ આરોપીઓના મેડિકલ પરીક્ષણ સહિતની બાબતોમાં વ્યસ્ત હોઈ વધુ કોઈ વિગત જાણવા મળી નથી.પરંતુ, જે યુવકોને ઉપાડાયાં છે તેમના પરિવારજનોમાં ભારે દોડધામ મચી ગઈ છે.
Share it on
|