|
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં વગર શ્રાવણે જાણે શ્રાવણિયો જુગાર ધમધમવા માંડ્યો છે! ભુજના માધાપર અને ગાંધીધામના ભારતનગરમાં રહેણાક મકાનોમાં ચાલતા જુગારના અડ્ડાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ગાંધીધામના ભારતનગરમાં આવેલી સાધુ વાસવાણી સોસાયટીના એક રહેણાક મકાનમાં મહિલા સંચાલિત જુગારના અડ્ડાનો રવિવારે સાંજે લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. ભારતનગરમાં રાધિકાની ક્લબ પર LCB ત્રાટકી
પોલીસે દરોડો પાડીને જુગટું રમતી ૮ મહિલા અને એક પુરુષની ૪૩ હજાર ૫૫૦ રોકડ રૂપિયા અને ૩૫ હજારના ૭ મોબાઈલ ફોન સાથે ધરપકડ કરી છે. અહીં રહેતી રાધિકા ઊર્ફે રાધીબેન સિંધી પોતાના અંગત ફાયદા માટે બહારથી જુગારીઓને બોલાવીને, ઘરના ઉપરના માળે આવેલા રૂમમાં તાશના પત્તાનો જુગાર રમાડતી હોવાની બ્રાન્ચને બાતમી મળેલી. જેના પગલે પોલીસે મકાનમાં દરોડો પાડીને ક્લબ સંચાલિકા સહિત તમામ ૯ ખેલીને ઝડપી પાડ્યાં હતા.
જુગટું રમતાં નવ ખેલી ઝડપાયાં
પોલીસે પકડેલાં ખેલીઓમાં ક્લબ સંચાલિકા રાધિકા ઊર્ફે રાધીબેન પ્રદીપભાઈ સિંધી (૪૦), મતરાબેન ગેવરચંદ મૌર્ય (૬૭), રેખા ગેવરચંદ મૌર્ય (૨૮) અને શારદા ગેવરચંદ મૌર્ય (૨૬) (ત્રણે રહે. મકાન નં. ૧૮૩, ભવાનીનગર, ગળપાદર), મીના જગદીશભાઈ ગજરીયા (૩૦, ચામુંડાનગર, ભારતનગર), ચંદ્રિકાબેન પરસોત્તમભાઈ ભાનુશાલી (૫૦, સાધુ વાસવાણીનગર), નંદા દિલીપભાઈ પડીયા (૩૦) અને ગૌતમ રમેશભાઈ પડીયા (૩૦) (બંને રહે. સોનલનગર, ભારતનગર) અને રેખા રાજેશ સથવારા (૩૪, ગાંધીધામ)નો સમાવેશ થાય છે.
માધાપરની ક્લબમાં પાંચ સ્ત્રી સહિત ૮ ઝબ્બે
શનિવારે રાત્રે માધાપર પોલીસે માધાપર નવા વાસના સમાજનગરમાં પોતાના રહેણાંકના ઉપરના રૂમમાં જુગાર ક્લબ શરૂ કરનાર ચેતન દરજીના રહેણાકમાં દરોડો પાડીને ૩ પુરુષ અને પાંચ સ્ત્રીઓ મળી ૮ જણને ગંજીફા વડે જુગાર રમતાં રંગેહાથ ઝડપી પાડ્યાં હતા.
ખેલીઓ પાસેથી પોલીસે ૬૪ હજાર ૪૫૦ રોકડાં રૂપિયા, ૬૫,૫૦૦ના ૯ મોબાઈલ અને દોઢ લાખના પાંચ દ્વિચક્રી વાહનો મળી ૨ લાખ ૮૦ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે પકડાયેલાં ખેલીઓ ચેતન ચુનીલાલ દરજી (૪૫) અને તેની પત્ની રોશન (૩૮), દિનેશપુરી શંકરપુરી ગોસ્વામી (૫૦) અને તેની પત્ની નીતા (૪૨) (બંને રહે. બાપા દયાળુનગર, જૂના વાસ), દેવશી કુંવરજીભાઈ હિરાણી (૪૮, સાત જોટા બજાર, નવા વાસ), પૂનમ કલ્યાણજી રાજગોર (૨૮, સ્વામિનારાયણનગર, જૂના વાસ), રીના ભાવેશ રાઠોડ (૩૮, બાપા દયાળુનગર, જૂના વાસ) તથા હેમાંગી અજીતભાઈ પંડ્યા (૩૮, રઘુવંશીનગર, ભાનુશાલીનગર પાછળ, ભુજ)નો સમાવેશ થાય છે. તમામ સામે જુગારધારાની કલમ ૪ અને ૫ હેઠળ ગુનો દાખલ કર્યો હતો.
Share it on
|