click here to go to advertiser's link
Visitors :  
19-Nov-2025, Wednesday
Home -> Bhuj -> Kutch Police Arrests Jiyad Sheikh accused of POCSO Rape and Atrocity case
Friday, 18-Oct-2024 - Bhuj 46995 views
જીગર બનીને કચ્છની યુવતી પર દુષ્કર્મ કરનાર પૂણેના જીયાદની વિધિવત્ ધરપકડ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ મુંબઈ રહેતી મૂળ માંડવી તાલુકાના ગોધરા ગામની યુવતીને હિંદુ નામ ધારણ કરીને પ્રેમજાળમાં ફસાવીને શારીરિક સંબંધ બાંધી ધર્મપરિવર્તન કરી લેવા દબાણ કરનાર યુવકની પોલીસે આજે વિધિવત્ ધરપકડ કરી છે. પૂણેના રહેવાસી જીયાદ ઊર્ફે સમીર લતીફ શેખને આવતીકાલે ભુજની કૉર્ટમાં રજૂ કરી રીમાન્ડ મેળવવામાં આવશે. ત્રણ વર્ષ અગાઉ જીયાદે જીગર નામની ફેક આઈડી મારફતે યુવતી જોડે પરિચય કેળવીને શારીરિક સંબંધો બાંધેલાં.

યુવતીએ લગ્ન કરવા કહેતાં જીયાદે પોતે મુસ્લિમ હોવાનું જણાવીને યુવતીને ધર્મ પરિવર્તન કરી લેવા જણાવ્યું હતું. જો કે, યુવતીએ તે માટે ઈન્કાર કરી તેની સાથેનો સંબંધ તોડી નાખ્યો હતો. તેમ છતાં જીયાદ સતત યુવતી સાથે મનમેળ કરવા પ્રયાસો કરતો રહેતો હતો. તેનાથી કંટાળીને યુવતી અને પરિવાર બે વર્ષથી વતનમાં રહેવા આવી ગયાં હતાં. થોડાંક માસ અગાઉ યુવતીની સમાજના યુવક સાથે સગાઈ થયેલી. જેથી જીયાદે ઉશ્કેરાઈને યુવતી સાથેના અશ્લીલ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કરતાં સગાઈ તૂટી ગઈ હતી. જીયાદે આ રીતે અન્ય કેટલી યુવતીઓને ફસાવી છે તે સહિતના મુદ્દે પોલીસે તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
ખડીરમાં પકડાયેલું પાક. યુગલ પુખ્ત વયનું નીકળ્યું: બેઉનો બ્રેઈન મેપીંગ ટેસ્ટ થશે
 
ગાંધીધામઃ જાહેરમાં MD વેચતો વૃધ્ધ ઝડપાયોઃ પગમાં ઈલાસ્ટિક પાટામાં ડ્રગ્ઝ છૂપાવેલુ
 
ગાંધીધામઃ કટિંગ ટાણે ત્રાટકી LCB અને બી ડિવિઝન પોલીસે ૩૭.૨૧ લાખનો શરાબ ઝડપ્યો