click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Bhuj -> IMD forecast yellow alert for Kutch as Low pressure is moving towards arabian sea
Sunday, 28-Sep-2025 - Bhuj 40087 views
ખેલૈયાઓ માથે છત્રી રાખી ગરબે ઘૂમવાની તૈયારી રાખજો! સોમથી બુધ સુધી વરસાદની આગાહી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં  સર્વત્ર નવરાત્રિ મહોત્સવની ભારે જમાવટ થઈ છે ત્યારે આગામી ત્રણ દિવસ દરમિયાન વરસાદ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડે તેવી શક્યતા સર્જાઈ છે. મહારાષ્ટ્રના પશ્ચિમ વિદર્ભથી લઈ ઉત્તર મહારાષ્ટ્રને સાંકળતો હવાના હળવા દબાણનો પટ્ટો (લૉ પ્રેશર) આગામી ત્રણ દિવસની અંદર દક્ષિણ ગુજરાતથી લઈ દક્ષિણ સૌરાષ્ટ્ર તરફ ગતિ કરે તેવી સંભાવના છે.
સોમવારથી બુધવાર દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની ભારતના હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

લૉ પ્રેશરના લીધે મહારાષ્ટ્રને સાંકળતા ડાંગ જિલ્લાના વિવિધ તાલુકાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. તો, વલસાડ અને સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ વરસ્યો છે. સુરત, નવસારી સહિત અમદાવાદમાં પણ સિસ્ટમના લીધે વરસાદના વાવડ છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં રેડ એલર્ટ સાથે સોમવારથી ત્રણ દિવસ માટે કચ્છમાં યલો એલર્ટ અપાયું છે. ખાસ કરીને, કચ્છમાં આવતીકાલથી લૉ પ્રેશરની અસરના પગલે વરસાદી માહૌલ સર્જાય તેવી સંભાવના છે.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?