કચ્છખબરડૉટકોમ, ભુજઃ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ પર મુંબઈ રહેતા પતિએ પત્નીની નકલી આઈડી બનાવી, લગ્ન સમયના ફોટો સાથે બીજા નગ્ન અભદ્ર ફોટો ક્રોપ કરીને તેની સાથે બિભત્સ કોમેન્ટો કરી ૧૧૨ પોસ્ટ અપલોડ કરી હોવાનો બનાવ બહાર આવ્યો છે. બનાવ અંગે માનકૂવા પોલીસે આરોપી પતિ મોહમ્મદ અલી અબ્દુલ ગની સુમરા (રહે. વિક્રોલી, મુંબઈ) સામે ઈન્ફોર્મેશન એક્ટની કલમો તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ૨૮ વર્ષિય ફરિયાદી પત્નીએ જણાવ્યું કે ૨૦૨૨માં તેના લગ્ન મો. અલી સુમરા સાથે થયેલાં. લગ્નના બે જ માસમાં પતિ જોડે વિખવાદો શરૂ થતાં તે માવતરે પરત આવી ગયેલી અને પતિ સામે છૂટાછેડાં લેવા માટે કાનૂની કાર્યવાહી શરૂ કરેલી. તે સમયે ઉશ્કેરાયેલા પતિએ ઈન્સ્ટા પર તેની નકલી આઈડી બનાવીને આ રીતે સ્ટોરીમાં અભદ્ર સંદેશ તસવીરો પોસ્ટ કરેલાં. એટલું જ સમાજના વિવિધ ગૃપમાં તેને વાયરલ કરેલાં. આજે સવારે પતિએ ફરી તેવી હરકત કરીને ૧૧૨ પોસ્ટ અપલોડ કરી હોવાનું ધ્યાને આવેલું. જેના પગલે તેણે ફરિયાદ નોંધાવી છે.
Share it on
|