click here to go to advertiser's link
Visitors :  
01-Jun-2025, Sunday
Home -> Bhuj -> House break reported in Bhuj in broad day light 1.96 Lakh cash and jewellery stolen
Sunday, 01-Sep-2024 - Bhuj 48531 views
હવે ભુજમાં તસ્કરોનો તરખાટઃ વકીલના બંધ ઘરમાંથી બપોરે સવા કલાકમાં ૧.૯૬ લાખની ચોરી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગાંધીધામમાં તરખાટ મચાવી રહેલી પ્રોફેશનલ તસ્કર ટોળકીનો આતંક જાણે હવે ભુજ પહોંચ્યો છે. તસ્કરોએ ભરબપોરે સવા કલાક પૂરતાં બંધ રહેલાં ભુજના યુવા ધારાશાસ્ત્રીના બંધ મકાનના તાળાં તોડીને ૧.૪૬ લાખની રોકડ રકમ અને ૫૦ હજારની સોનાની બંગડી મળી ૧.૯૬ લાખની મતાની ચોરી કરી છે.

શહેરની વીડી હાઈસ્કુલ સામે ઓરિએન્ટ કોલોનીમાં રહેતા એડવોકેટ મલ્હાર દર્શકભાઈ બુચ મામાના ઘેર કૌટુંબિક જમણવાર હોઈ બપોરે એક વાગ્યે ઘરને તાળાં મારીને સપરિવાર મામાના ઘેર ગયેલાં. બપોરે ૨.૨૦ વાગ્યે ઘરે પરત ફર્યાં તો તસ્કરોએ ઘરમાંથી  ચોરી કરી હોવાનું માલૂમ પડ્યું હતું. બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગાંધીધામ-અંજારમાં ત્રણ દિવસમાં ચાર ઘરફોડની ફરિયાદ 

છેલ્લાં ત્રણ દિવસમાં ગાંધીધામના ઘરફોડ ચોરીના બે બનાવ નોંધાઈ ચૂક્યાં છે. ૨૮ ઑગસ્ટે નવી સુંદરપુરીના ભરવાડ વાસમાં રહેતો યુવક સવારે ૧૦થી બપોરે ૩ વાગ્યા દરમિયાન ઘર બંધ કરીને ભારતનગરમાં ફોઈના ઘેર વાસ્તુ પ્રસંગે હાજરી આપવા સપરિવાર ગયેલો. પરત ફર્યો ત્યારે તસ્કરો ૧૫ હજાર રોકડ અને ઘરેણાં મળી ૧ લાખ ૯૪ હજારની માલમતા ચોરી ગયાં હોવાનું સ્પષ્ટ થયું હતું. તો, ૨૯-૩૦ ઑગસ્ટની રાત્રે ગુરુકુળ વિસ્તારમાં તસ્કરોએ આઈઓસીના મેનેજરના બંધ ઘરમાંથી ૨૫ હજાર રોકડાં અને ઘરેણાં મળી ૫૧ હજારની માલમતાની ચોરી કરેલી. વીજળી ગુલ થતાં ફરિયાદી કંટાળીને ઘર બંધ કરીને હોટેલમાં સૂવા ગયેલાં. બીજી તરફ, આજે અંજાર પોલીસ મથકે ૨૦ જૂલાઈથી ૨૩ જૂલાઈ વચ્ચે મેઘપર કુંભારડીના ગોપાલ પાર્કમાં બંધ ઘરમાં થયેલી ૩૨ હજાર રોકડ અને દાગીના મળી ૭૮ હજાર ૫૦૦ રૂપિયાની માલમતાની ચોરીની ફરિયાદ દાખલ થઈ છે.

રોજ ડ્રાઈવછતાં ગુનાખોરી કેમ બેકાબૂ?

રોજ દિવસ ઉગે ને દરેક પોલીસ સ્ટેશનના અડધો સ્ટાફ અડધા કે આખા દિવસ માટે પ્રોહિબિશન, આર્મ્સ, જુગાર કે ટ્રાફિક વગેરેની ડ્રાઈવમાં જોતરી દેવાય છે. પોલીસ ખાતું પણ યાંત્રિક રીતે ઢગલાબંધ કેસો દાખલ કરીને કામ કર્યાનો સંતોષ માની લે છે. પોલીસ સ્ટાફની ભયંકર ઘટ પ્રવર્તે છે, ઘટ વચ્ચે રોજેરોજ સમન્સની બજવણી, દાખલ થયેલા ગુનાઓની તપાસ, નિવેદનો, કૉર્ટની તારીખોમાં હાજરી, રોજેરોજ બનતી ઘટનાઓના ગુના દાખલ કરવા સાથે જૂના કેસોના ડિટેક્શનના ભારણ સહિતની કામગીરી વચ્ચે રોજેરોજ આવી ડ્રાઈવથી પોલીસ સ્ટાફ પરેશાન થઈ ગયો છે. આવી ડ્રાઈવથી ખૂન, બળાત્કાર, ઘરફોડ ચોરી સહિતના ગંભીર ગુનાઓના ગ્રાફમાં કશો ઘટાડો થયો નથી. પોલીસ સ્ટેશનનો અડધો અડધ સ્ટાફ આવી ડ્રાઈવમાં જોતરાઈ જતો હોઈ વાસ્તવિક કામગીરી પર વિપરીત અસર પડી રહી હોવાનું ખુદ સિનિયર પોલીસ ઈન્સ્પેક્ટર્સ અને અન્ય કર્મચારીઓ જણાવી રહ્યાં છે.

Share it on
   

Recent News  
ભુજની BCCB બેન્કના ચેરમેન, MD સહિત ૩નાં રાજીનામા લેવાની બોગસ રજૂઆત મામલે FIR
 
‘સાઈડ ઈન્કમ’ માટે ગાંજો વેચતો ભુજનો હંગામી બેન્કકર્મી ૨૪૨ ગ્રામ ગાંજા સાથે ઝબ્બે
 
માથકમાં સાવકા પિતાએ ૬ વર્ષના આંગળિયાત પુત્રને પાણીના ખાડામાં ડૂબાડી હત્યા કરી