click here to go to advertiser's link
Visitors :  
15-Aug-2026, Saturday
Home -> Bhuj -> House Break Reported in Bhuj City Gold Silver Jewellery and Cash Stolen
Saturday, 15-Aug-2026 - Bhuj 1632 views
ટંકારાના મામલતદારના ભુજમાં આવેલા બંધ ઘરમાં મોટી ચોરીથી પોલીસમાં દોડધામ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં રહેણાક ધરાવતા મોરબી જિલ્લાના ટંકારાના મામલતદારના બંધ મકાનના તાળાં તોડી અજાણ્યા તસ્કરોએ ૨૫ હજાર રોકડાં, ૩ તોલા સોનાનો સેટ અને ૧૪૦૦ ગ્રામ ચાંદીના ઘરેણાં તથા ચીજવસ્તુ મળી ૨.૫૩ લાખની ચોરી કર્યાનો બનાવ બન્યો છે. ભુજ એ ડિવિઝન પોલીસે ૫૬ વર્ષિય પ્રફુલ્લભાઈ નરભેરામ ગોરની ફરિયાદ નોંધી ઘરફોડનો ગુનો ઉકેલવા તપાસ હાથ ધરી છે. ફરિયાદી પી.એન. ગોર ભુજની જૂની રાવલવાડીમાં આવેલી આશાપુરા સોસાયટીમાં રહેણાક મકાન ધરાવે છે.
૨૮ જૂનના ઘરના તમામ દરવાજાને તાળા લગાવીને ટંકારામાં નોકરી કરવા ગયેલા.

ગઈકાલે સાંજે પડોશમાં રહેતી મહિલા ફરિયાદીના ઘરના આંગણામાં આવેલા લીંબુના ઝાડમાં લીંબુ લેવા ગયેલી ત્યારે મકાનના મુખ્ય દ્વારના તાળાં તૂટેલાં હોવાનું જોવા મળેલું. પડોશણે ફરિયાદીની પત્નીને ફોન પર જાણ કરતાં આજે તેઓ ભુજ દોડી આવ્યાં હતા.

બે માળના ઘરમાં અલગ અલગ રૂમમાં રાખેલાં રોકડાં રૂપિયા અને ઘરેણાં સહિતની ચીજવસ્તુ ચોરાઈ ગઈ હોવાનું સ્પષ્ટ થયું છે.

તસ્કરો ૧.૩૫ લાખનો ૩ તોલા સોનાનો સેટ, ચાંદીના ૭ ઝૂડા અને ૭ કંદોરા, ગિફ્ટમાં આવેલી ચાંદીની ગાય, તુલસી ક્યારો, ગણપતિની મૂર્તિ, મંદિરમાં રહેલી ચાંદીની વાટકી, તુલસી ક્યારો, ટબુડી, દિવડા, છત્તર વગેરે મળીને ૯૩ હજારની કિંમતની ૧૪૦૦ ગ્રામ ચાંદીની ચીજવસ્તુ વગેરે મળી ૨.૫૩ લાખની માલમતા ચોરી ગયાં હોવાનું સ્પષ્ટ થયું છે.

કિડાણામાં થયેલી ઘરફોડનો ભેદ ઉકેલાયો

ગાંધીધામના કિડાણામાં રીક્ષાચાલકના બંધ ઘરમાંથી ૨.૭૮ લાખના સોના ચાંદીના ઘરેણાંની ચોરી કરનાર બે ચોરને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યાં છે. પોલીસે કિડાણામાં રહેતા જુમા આમદ રોહા (ઉ.વ. ૪૦) અને ઈબ્રાહિમ ઊર્ફે ગોબલી હુસેન ચાવડા (ઉ.વ. ૨૬)ને ઝડપી પાડી તેમની પાસે રહેલા ૪.૮૮ લાખના સોના ચાંદીના ઘરેણાં રિકવર કર્યાં છે. આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને મોટર સાયકલ મળી પોલીસે કુલ ૫.૪૧ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જુમો રીઢો આરોપી છે. અગાઉ તેની સામે લૂંટ, ઘરફોડ સહિતના ચાર ગુના નોંધાયેલાં છે. ગુજસીટોકમાં પણ ‘અંદર’ જઈ આવેલો છે.

ફરિયાદી હાજી આમદ છુછીયા તેમના ૧૨ વર્ષના પુત્રને પેટમાં એપેન્ડિક્સનો દુઃખાવો થતો હોઈ સપરિવાર હોસ્પિટલે રોકાયાં હતા ત્યારે બંધ ઘરમાં આ ચોર બેલડીએ હાથફેરો કર્યો હતો.

Share it on
   

Recent News  
સામખિયાળીઃ ૧૧ વર્ષની દીકરીની લાંબા સમયથી જાતીય સતામણી કરતો યુવક ઝડપાયો
 
આદિપુરઃ વિમાનમાં ઉડી રોયલ લાઈફ માણવા ૧ કરોડનો માલ ચોરનાર બે નેપાળી કામવાળી પકડાઈ
 
અદાણી મુંદરા એરપોર્ટ પરથી બાવન દિવસમાં ૧૦ હજાર પ્રવાસીઓએ ઉડાન ભરી