मैं सुसाइड करने जा रहा हूँ ગાંધીધામના વેપારીનો ટ્રક પાછળ કાર ઘૂસાડીને આપઘાત
કચ્છખબરડૉટકોમ, ભુજઃ मैं जिंदगी मे से तंग हो गया हूँ और मैं सुसाइड करने जा रहा हूँ तो मेहरबानी कर के मेरे को न्याय दिलाओ, मेरे बच्चों को न्याय दिलाओ.. इन्होने मेरे को बहुत परेशान किया हैं और मेरा जीना हराम कर दिया है..
Video :
मेरे को करोडो रुपये का नुकसान गया है तो प्लीज मेरे को न्याय दिलाओ આ અંતિમ શબ્દો છે ગાંધીધામના ૫૬ વર્ષિય વેપારી નરેશ ધરમદાસ ચંદનાનીના.
મરતાં પહેલાં નરેશભાઈએ પોતાની સાથે દુકાન અને પ્લોટના નામે કેટલાંક લોકોએ કેવી રીતે કરોડોની છેતરપિંડી આચરી અને ધાક-ધમકી કરી, લેન્ડગ્રેબિંગના ખોટાં કેસમાં ફસાવવા પ્રયાસ કર્યો તેનું ચાલતી કારે મોબાઈલ ફોનમાં વીડિયો રેકોર્ડીંગ કર્યું હતું.
કાનૂની ભાષામાં જેને ડાઈંગ ડિક્લેરેશન ગણી શકાય તેવા આ વીડિયો નિવેદન બાદ તેમણે કારને આગળ રોડ પર ઊભેલી ટ્રક પાછળ ઘૂસાડી દીધી હતી. માથામાં ગંભીર ઈજાથી નરેશભાઈનું મૃત્યુ નીપજ્યું હતું.
ગઈકાલે બપોરે સાડા ત્રણથી ચારના અરસામાં ભુજથી ગાંધીધામ જતા માર્ગ પર શેખપીર પાસે બનાવ બન્યો હતો.
પધ્ધરના પોલીસ ઈન્સ્પેક્ટર એ.જી. પરમારે જણાવ્યું કે બનાવ અકસ્માતનો નહીં પરંતુ સ્પષ્ટ રીતે આત્મહત્યાનો જ છે.
જો કે, મૃતકના પરિવારજનો આઘાતમાં હોઈ હજુ સુધી તેમણે કોઈ વિધિવત્ ફરિયાદ નોંધાવી નથી. આ નવતર પ્રકારના આપઘાતના બનાવે ભારે ચકચાર સર્જી છે. મરણ જનાર નરેશના ભાઈ રાજુ ચંદનાની ગાંધીધામ વેપારી મહામંડળના પ્રમુખ છે.