click here to go to advertiser's link
Visitors :  
06-Jun-2025, Friday
Home -> Bhuj -> Four more new case of Covid reported in Kutch 17 Cases in 8 days
Wednesday, 04-Jun-2025 - Bhuj 5915 views
કચ્છમાં આજે કોવિડના નવા ૪ કેસઃ ૮ દિવસમાં દરરોજ સરેરાશ બે લોકોમાં પ્રસર્યો ચેપ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કોવિડના વાયરસે પુનઃ માથું ઊંચકતાં રોજ નવા નવા કેસ નોંધાઈ રહ્યાં છે. કચ્છમાં પણ ૨૭ મેથી એકલ-દોકલ કેસ નોંધાવાનો સિલસિલો શરૂ થયો છે. આજે કોવિડના નવા ચાર કેસ નોંધાતાં ૮ દિવસમાં કોવિડના કુલ કેસનો આંકડો ૧૭ પર પહોંચ્યો છે. ૧૭ કેસ પૈકી હાલ ૧૩ કેસ એક્ટિવ છે. આજે ભુજમાં ૬૧ વર્ષના પુરુષ, ૫૧ વર્ષની મહિલા, માંડવીમાં ૬૦ વર્ષના પુરુષ અને ગાંધીધામમાં ૨૪ વર્ષિય યુવતીના ટેસ્ટ પોઝીટીવ આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે, ગઈકાલે મંગળવારે પણ નવા ચાર કેસ નોંધાયા હતા.

જિલ્લાના ઈન્ચાર્જ આરોગ્ય અધિકારી ડૉ. કેશવકુમારે જણાવ્યું કે મુંદરામાં નોંધાયેલો પુરુષ દર્દી હાલ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર તળે છે, બાકીના અન્ય દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર મેળવી રહ્યાં છે. કેશવકુમારે ઉમેર્યું કે નવા કેસોમાં વાયરસની કોઈ વિશેષ ગંભીર અસરો કે ઘાતક્તા જોવા મળી નથી, છતાં આરોગ્ય તંત્ર કોઈપણ પરિસ્થિતિ માટે સંપૂર્ણ સજ્જ છે. જેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા લોકો વધુ ઝડપથી કોવિડના સંક્રમણનો ભોગ બને છે, પરંતુ હાલની પરિસ્થિતિ જોતાં વિશેષ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

Share it on
   

Recent News  
અંજારઃ બે સ્પાની ધંધાકીય અદાવતમાં સ્પાની મેનેજર યુવતી પર ઍસિડ અટેક સાથે છેડતી
 
એક કા તીનની લાલચે સુરતના યુવકને ગાંધીધામ બોલાવી પચાસ હજારનો ચૂનો ચોપડાયો
 
અંજાર નજીક બે બાઈક અને કાર વચ્ચે ટ્રીપલ ઍક્સિડેન્ટઃ માતા પુત્રના મોતઃ ૫ ગંભીર