click here to go to advertiser's link
Visitors :  
13-Jun-2025, Friday
Home -> Anjar -> Mother and son killed in a road accident near Satapar Anjar 5 injured
Thursday, 05-Jun-2025 - Anjar 19318 views
અંજાર નજીક બે બાઈક અને કાર વચ્ચે ટ્રીપલ ઍક્સિડેન્ટઃ માતા પુત્રના મોતઃ ૫ ગંભીર
કચ્છખબરડૉટકોમ, અંજારઃ અંજારના સતાપર નજીક માધવ વિલા પાસે સર્જાયેલા ટ્રીપલ અકસ્માતમાં ટપ્પર ગામના માતા પુત્રના મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે એક બાળકી સહિત પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે. મરણાંક વધે તેવી આશંકા સેવાઈ રહી છે. આજે સવારે સાડા ૧૧ના અરસામાં બે બાઈક અને કીયા કાર વચ્ચે ગોઝારી ટક્કર થઈ હતી. પોલીસ સૂત્રોમાંથી મળતી પ્રાથમિક માહિતી મુજબ મૃતકોમાં ટપ્પર ગામના શરદગર મહેશગર ગુંસાઈ (ઉ.વ. ૩૨) અને તેમની માતા સાવિત્રીબેન (ઉ.વ. ૫૮)નો સમાવેશ થાય છે.

હતભાગી શરદ માતા અને દીકરીને બાઈક પર લઈને જતો હતો. તો, ગંભીર રીતે ઘાયલ મેહુલ ઠાકોર, હરીભાઈ ઠાકોર, રણછોડ ઠાકોર અને ઉર્વશીબેન ઠાકોર ચારે જણ એક બાઈક પર જતાં હતાં. પાંચેય જણને ગંભીર ઈજાઓ થઈ છે અને ત્રણે વાહનો ટોટલ લૉસ થઈ ગયાં છે. ઘાયલો હોસ્પિટલમાં સારવાર તળે છે. પોલીસે બનાવ અંગે તપાસ હાથ ધરી છે. બીજી તરફ, મુંદરાના વાંકી નજીક બાઈકને અકસ્માત નડતાં એક યુવકનું મૃત્યુ નીપજ્યું હોવાનું અને બીજો યુવક ગંભીર રીતે ઘવાયો હોવાના અહેવાલો છે.

Share it on
   

Recent News  
નકલી નોટોથી ઠગાઈ થાય તે અગાઉ LCBએ રહેણાકમાં રેઈડ કરી ૬ ચીટરને રંગેહાથ પકડ્યાં
 
એકતરફી પ્રેમાંધ પીપરના યુવકે યુવતીની હત્યા કરીઃ જખણિયામાં ભુજના યુવકની હત્યા
 
એવું શું થયું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર આગનો ગોળો બની ક્રેશ થયું?