click here to go to advertiser's link
Visitors :  
01-Jun-2025, Sunday
Home -> Bhuj -> Flying Squad seizes 7 trucks in East West Kutch carrying minerals illegally
Thursday, 29-May-2025 - Bhuj 9383 views
ખાવડા, રતનાલ, અંજારમાં ગેરકાયદે ખનિજ લઈ જતી ૭ ટ્રક સાથે ૧.૩૮ કરોડનો માલ જપ્ત
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છમાં ખનિજ ચોરીના વ્યાપક દૂષણ સામે ખાણ ખનિજ વિભાગની ફ્લાઈંગ સ્ક્વૉડ પણ સતત સક્રિય છે. ફ્લાઈંગ સ્ક્વૉડે આજે ભુજ તાલુકાના ધાણેટી રતનાલ રોડ પરથી સિલિકાનું પરિવહન કરતી ત્રણ ટ્રક ઝડપી પાડી છે. રોયલ્ટી પાસ વગર જ સિલિકાનું પરિવહન થતું હતું. એ જ રીતે, ખાવડા ધ્રોબાણા ચેકપોસ્ટ પરથી બ્લેક ટ્રેપનું વહન કરતી એક ઓવરલોડ ટ્રક ઝડપી છે.

ફ્લાઈંગ સ્ક્વૉડે બુધવારે રતનાલ અને અંજારના કળશ સર્કલ પાસેથી રોયલ્ટી પાસ વગર સિલિકાનું વહન કરતી જુદી જુદી બે ટ્રક ઝડપી હતી. તો, ખાવડા ધ્રોબાણe ચેક પોસ્ટથી સાદી રેતીનું વહન કરતી એક ઓવરલોડ ટ્રક પકડી હતી. આમ, છેલ્લાં બે દિવસ દરમિયાન ૭ ટ્રકોને જપ્ત કરીને અંદાજે ૧.૩૮ કરોડની કિંમતનો મુદ્દામાલ સંબંધિત પોલીસ મથકોને સોંપવામાં આવી આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ ફ્લાઈંગ સ્ક્વૉડના મદદનીશ નિયામક મેહુલ શાહે જણાવ્યું છે.

Share it on
   

Recent News  
ભુજની BCCB બેન્કના ચેરમેન, MD સહિત ૩નાં રાજીનામા લેવાની બોગસ રજૂઆત મામલે FIR
 
‘સાઈડ ઈન્કમ’ માટે ગાંજો વેચતો ભુજનો હંગામી બેન્કકર્મી ૨૪૨ ગ્રામ ગાંજા સાથે ઝબ્બે
 
માથકમાં સાવકા પિતાએ ૬ વર્ષના આંગળિયાત પુત્રને પાણીના ખાડામાં ડૂબાડી હત્યા કરી