click here to go to advertiser's link
Visitors :  
15-Nov-2025, Saturday
Home -> Bhuj -> Five biker booked for assault and scuffle with on duty policeman in two different case
Sunday, 27-Oct-2024 - Bhuj 42680 views
આધોઈમાં GRD જવાન પર ટ્રીપલ જતી બાઈક સવાર ત્રિપુટીએ કર્યો હુમલો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભચાઉના આધોઈમાં ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતાં ૬૪ વૃધ્ધ જવાનને અડધી રાત્રે બાઈક પર ટ્રીપલ સવારી નીકળેલાં યુવકોને અટકાવી તેમની પૂછપરછ કરવાનું ભારે પડી ગયું છે. આ ત્રિપુટીએ જવાનની લાતો અને લાકડીઓથી મારકૂટ કરી છે. આધોઈ શાહુનગરમાં રહેતા ભુરાભાઈ વણકર ૧૯૯૮થી જીઆરડીમાં ફરજ બજાવે છે. ૨૨ ઓક્ટોબરની રાત્રે તેઓ આધોઈ ત્રણ રસ્તા પાસે પાણીની પરબ નજીક સાથી જવાન સાથે ડ્યુટી બજાવતા હતા.

તે સમયે અડધી રાત્રે બાઈક પર ગામમાં જઈ રહેલાં ટ્રીપલ સવાર યુવકોને અટકાવીને ‘તમે કોણ છો અને ક્યાં જાવ છો?’ તેવી પ્રાથમિક પૂછપરછ કરી હતી. યુવકોએ પોતે રાપરના બાદરગઢના હોવાનું જણાવી પોતાના નામ જણાવી ત્યાંથી જતાં રહેલાં.

દોઢ કલાક બાદ રાત્રે એકના અરસામાં આ ત્રિપુટી બાઈક પર ફરી સ્થળ પર આવી હતી. બાઈક પરથી ઉતરીને ‘અમારી બાઈક કેમ ઊભી રખાવેલી?’ એવું પૂછીને ભુરાભાઈને લાત મારી નીચે પાડી દીધેલાં અને એક જણે લાકડીથી માર મારેલો.

મારતી વખતે તેમણે ભુરાભાઈને જાતિ અપમાનિત કરતાં અપશબ્દો બોલ્યાં હતાં. હુમલા બાદ ત્રણે બાઈક પર નાસી છૂટ્યાં હતાં. બનાવ અંગે સામખિયાળી પોલીસે અનિલ ડાયા કોલી, સુનીલ બાબુ કોલી અને કિશન માનસંગ કોલી નામના ત્રણે યુવકો સામે ફરજમાં રૂકાટવટ, હુમલો, એટ્રોસીટી સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે.

ભુજમાં દ્વિચક્રી ચાલકોની પોલીસ જોડે માથાકૂટ

ભુજમાં શનિવારે રાત્રે કોમ્બિંગ દરમિયાન શહેરના ભુદરમલ પેટ્રોલ પંપ ત્રણ રસ્તા પર પોલીસે પૂરઝડપે દ્વિચક્રી પર જઈ રહેલા બે યુવકોને અટકાવવા પ્રયાસ કરતાં તેમણે માથાકૂટ કરી ફરજમાં રૂકાવટ કર્યાનો બનાવ બન્યો છે. રાત્રે અઢી વાગ્યાના અરસામાં ભુજ બસ સ્ટેન્ડ તરફથી પૂરઝડપે આવી રહેલાં બંને યુવકોને હેડ કોન્સ્ટેબલે ટોર્ચની લાઈટથી ગાડી ઊભી રાખવા ઈશારો કર્યો હતો પરંતુ બેઉ જણે પોલીસને જોઈને ઉલટાની ગાડીને મારી મૂકી હતી.

જો કે, ગાડી સ્લિપ થઈ જતાં બેઉ જણ નીચે પટકાયાં હતાં. પોલીસે દોડી જઈને પૂછપરછ કરતાં બંને જણે ઉશ્કેરાઈને પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.

પોલીસે જણાવ્યું કે ચાલક પાસે કોઈ ડ્રાઈવીંગ લાયસન્સ પણ નહોતું. પોલીસે ચાલક આતીફ ઈબ્રાહીમ સમા અને આતિર ઈબ્રાહીમ સમા નામના જૂની મચ્છીપીઠ, સુમરાડેલીમાં રહેતાં બાવીસ વર્ષના બે ભાઈઓ વિરુધ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો તળે ગુનો નોંધ્યો છે.

Share it on
   

Recent News  
૧ લાખ સામે ૪ લાખની પઠાણી ઉઘરાણીથી કંટાળીને કોટડા (જ)ના આધેડનો એસિડ પી આપઘાત
 
ગાંધીધામની શાળાના આચાર્યા સાધ્વી જોડે ગેરવર્તાવ, માફી માગવા ફરજ પડાઈઃ કોંગ્રેસ
 
રાપરના ધબડામાં હત્યાના કેસમાં પિતા અને બે પુત્રને સાપરાધ માનવવધ બદલ સખ્ત કારાવાસ