click here to go to advertiser's link
Visitors :  
03-May-2024, Friday
Home -> Bhuj -> FDCA take sample of Ghee and sweets from three marts in Bhuj
Friday, 23-Feb-2018 - Bhuj 26502 views
ભુજની 3 પેઢીમાંથી ફૂડ વિભાગે ઘી, મીઠાઈ, શીખંડના સેમ્પલ લીધાં

કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભેળસેળની ફરિયાદના પગલે જિલ્લા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આજે ભુજની બે ડેરી અને સ્વીટની દુકાનમાંથી ઘી-મીઠાઈના કુલ પાંચ સેમ્પલ લેવામાં આવ્યાં છે. ફૂડ ઈન્સ્પેક્ટર જી.કે. પટેલના જણાવ્યા અનુસાર હ્યુમન રાઈટ્સ એસોસિએશન નામની સંસ્થાએ કરેલી ફરિયાદ સંદર્ભે અમે આજે ભુજના શરાફ બજારમાં આવેલી શાહ ચમનલાલ રવિલાલની કંપનીમાં ગાય અને ભેંસના લુઝ ઘીના સેમ્પલ લીધા હતા. તો, ભુજના વાણિયાવાડમાં આવેલા ખાવડા મેસુક સેન્ટરમાંથી તંત્રએ ‘હની મેજીક’ અને કાજુ કતરી મીઠાઈના સેમ્પલ લીધા હતા. એ જ રીતે, છઠ્ઠીબારી રીંગ રોડ પર આવેલી ગોવિંદજી માધવજી એન્ડ કંપનીમાંથી ફૂડ વિભાગે લુઝ ડ્રાય ફ્રૂટ શીખંડનું સેમ્પલ લીધું હતું. આ સેમ્પલ લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયાં છે. પંદરેક દિવસ બાદ તેનો અહેવાલ આવશે. તંત્રની તપાસ દરમિયાન ત્રણેય પેઢીમાંથી કોઈ અખાદ્ય કે વાસી ખાદ્યપદાર્થ મળ્યો નહોતો.

Share it on
   

Recent News  
નિયત સમયમાં ચાર્જશીટ ના થતાં ૨૩.૫૯ લાખના કોકેઈનનો આરોપી જામીન પર છૂટી ગયો!
 
અંજારમાં હેડ કોન્સ્ટેબલને માથામાં કુહાડી ઝીંકી મારી નાખનારા હત્યારાને આજીવન કેદ
 
કેન્દ્ર અને ગુજરાતમાં BJPની ડબલ એન્જિન સરકાર છતાં કચ્છની આ દુર્દશાનો અંત ક્યારે?