click here to go to advertiser's link
Visitors :  
13-Aug-2026, Thursday
Home -> Bhuj -> Father who forced daughter to end her life awarded with RI by Bhuj Court
Thursday, 13-Aug-2026 - Bhuj 3067 views
સગીર દીકરી પાસે બિભત્સ માંગણીઓ કરી મરવા મજબૂર કરનાર નરાધમ બાપને જનમટીપ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ૧૭ વર્ષની સગીર વયની દીકરી પાસે બિભત્સ માંગણીઓ કરી, દીકરીને મરવા મજબૂર કરવાના ગુનામાં ભુજ સેશન્સ કૉર્ટે સગા પિતાને સખ્ત આજીવન કેદ સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ૨૦-૦૯-૨૦૨૧ના રોજ બનાવ અંગે માંડવી પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદે સમગ્ર કચ્છમાં ભારે ચકચાર સર્જી હતી. ૪૭ વર્ષિય કમલેશ પરસોત્તમ કષ્ટાવાલા કામ ધંધાર્થે ઓમાન રહેતો હતો. રજા દરમિયાન તે અવારનવાર તેના ઘેર માંડવી આવતો જતો રહેતો હતો.

કમલેશ પોતાની દીકરીને બિભત્સ વાતો કરી ખરાબ વર્તન કરતો. ઓમાન હોય ત્યારે વીડિયો કૉલ કરી દીકરીને  ‘તું સેક્સી લાગે છે’ તેવી ટીપ્પણીઓ કરી માનસિક ત્રાસ આપતો રહેતો હતો.

સગાં બાપની ગંદી હરકતો અને બિભત્સ માંગણીથી ત્રસ્ત થઈને દીકરીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

બનાવ અંગે માંડવી પોલીસ મથકમાં દીકરીને મરવા મજબૂર કરવા સબબ કમલેશ સામે ઈપીકો કલમ ૩૦૬ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. ટ્રાયલ દરમિયાન મરનાર દીકરી સગીર વયની હોવાનું સ્પષ્ટ થયાં બાદ કલમ ૩૦૫ હેઠળ ટ્રાયલ ચલાવાઈ હતી.

આ ગુનામાં આજે પોક્સો કૉર્ટના સ્પેશિયલ જજ જે.એ. ઠક્કરે ૧૭ દસ્તાવેજી પુરાવા અને ૧૦ સાક્ષીના આધારે કમલેશને ઈપીકો કલમ ૩૦૫ હેઠળ દોષી ઠેરવી આજીવન સખ્ત કેદની સજા સાથે એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

પોક્સો એક્ટની કલમ ૧૨ હેઠળ દોષી ઠેરવી ૩ વર્ષની સખ્ત કેદ સાથે ૫ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મૃતક દીકરીની માતાને પાંચ લાખનું વળતર ચૂકવવા DLSAને હુકમ કર્યો છે. આ કેસની તપાસ માંડવીના તત્કાલિન પીઆઈ આર.સી.. ગોહિલે કરેલી અને સરકાર તરફે મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.

Share it on
   

Recent News  
આધાર કાર્ડ બનાવવાના નામે ભુજની NRI વૃધ્ધાના દસ્તાવેજ મેળવી મકાન વેચી માર્યું!
 
આઘાતજનક! પોલીસે કોઈ જ FIR વગર લાખો રૂપિયા બારોબાર વસૂલી કાયદાનો ઊલાળિયો કર્યો!
 
પંચાયતમાં ‘દુકાન’ ખોલીને બેઠેલી સેલારીની તલાટીને ACBએ આ રીતે કચેરીમાં ઝડપી પાડી