click here to go to advertiser's link
Visitors :  
13-Jun-2025, Friday
Home -> Bhuj -> Cyber cheater lured man to invest and get high return Bhuj Chemist loses 12 Lakh
Tuesday, 22-Oct-2024 - Bhuj 38295 views
ભુજના મેડિકલ સ્ટોર સંચાલકે ઓનલાઈન પાર્ટટાઈમ જોબના રવાડે ૧૨ લાખ રૂપિયા ગૂમાવ્યાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજના હોસ્પિટલ રોડ પર મેડિકલની દુકાન ચલાવતાં ૨૮ વર્ષિય યુવકને પાર્ટટાઈમ જોબના નામે સાયબર ચીટરોએ જાળમાં ફસાવીને ૧૨ લાખ રૂપિયા પડાવી લીધાં છે. વધુ ને વધુ રૂપિયા કમાવવાની લ્હાયમાં યુવકને માત્ર પાંચ જ દિવસમાં સાયબર માફિયાઓએ બાર લાખમાં નવડાવી દીધો છે. ભુજની આરટીઓ રિલોકેશન સાઈટ ખાતે રહેતા હિરેન વિનોદભાઈ કોટક (ઠક્કર)એ બોર્ડર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

૧૮ ઑગસ્ટે હિરેનને અક્ષરા નામના એકાઉન્ટ પરથી પાર્ટટાઈમ જૉબ કરવા ઈચ્છો છો? તેવો એક મેસેજ મળેલો. હિરેને હા પાડતાં તેને રીપ્લાયમાં એક વેબસાઈટની લિન્ક મોકલવામાં આવેલી. આ વેબસાઈટમાં તમે જેટલાં રૂપિયા ભરો અને ઓર્ડર કન્ફર્મ કરો એટલે દોઢા રૂપિયા મળતાં હતાં.

હિરેને ટેસ્ટ ખાતર શરૂઆતમાં દસ હજાર રૂપિયા ભરીને ઓર્ડર કન્ફર્મ કરેલાં તેની સામે તેને ૧૬ હજાર ૫૦૦ રૂપિયાનું વળતર મળેલું. પછી તો હિરેન વધુ ને વધુ રૂપિયા રોકીને ઓર્ડર કન્ફર્મ કરવા માંડેલો.

૨૩ ઑગસ્ટે તેણે ૧૨ લાખ ૫૦૬૪ રુપિયાનું ઈન્વેસ્ટ કરેલાં. તેની સામે મળવાપાત્ર વળતર ૨૪ લાખ રૂપિયા દર્શાવાયેલું. હિરેને નાણાં વિડ્રો કરવા પ્રયાસ કર્યો ત્યારે આંબાઆંબલી બતાડાતાં પોતે બાટલીમાં ઉતરી ચૂક્યો હોવાનો તેને અહેસાસ થયેલો. પોલીસે અજાણ્યા ચીટરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
નકલી નોટોથી ઠગાઈ થાય તે અગાઉ LCBએ રહેણાકમાં રેઈડ કરી ૬ ચીટરને રંગેહાથ પકડ્યાં
 
એકતરફી પ્રેમાંધ પીપરના યુવકે યુવતીની હત્યા કરીઃ જખણિયામાં ભુજના યુવકની હત્યા
 
એવું શું થયું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર આગનો ગોળો બની ક્રેશ થયું?