click here to go to advertiser's link
Visitors :  
27-Aug-2026, Thursday
Home -> Bhuj -> Countdown begins for Kutchs biggest Shivalika Navratri Utsav near Bhuj
Saturday, 20-Sep-2025 - Bhuj 65937 views
મનોહર અને ભક્તિમય પરિવેશ સાથે રવિવારથી શિવાલિકા નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત લાખોંદ નજીક ભવ્ય અને દિવ્ય શિવાલિકા નવરાત્રિનું આયોજન થવા જઈ રહ્યું છે.
Video :
અહીં એક સાથે ગ્રાઉન્ડને ફરતે નવ દુર્ગાના નવ સ્વરૂપના નવ મંદિરો ઉપરાંત નાની નાની બાલિકાઓ નવદુર્ગાના સ્વરૂપમાં જોવા મળશે. અહીં રાષ્ટ્રીય કક્ષાની સાઉન્ડ સિસ્ટમ સાથે ભક્તિમય વાતાવરણ વચ્ચે સૌ ખેલૈયાઓ ઝુમવાના છે.
નવદુર્ગાના નવ મંદિરો, નિત્ય હવન આરતી

૨૧ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર દરમ્યાન યોજાનારા આ મહોત્સવમાં પ્રવેશતાં જ જાણે કે કોઈ ભવ્ય મહેલમાં પ્રવેશતાં હો તેવી અનુભૂતિ થશે. પ્રવેશ લેનાર દરેક નાગરિકને બાલિકાઓ કંકાવટી દ્વારા તિલક કરશે. પ્રથમ દિવસે સવારે ૯થી ૧૧ દરમ્યાન કચ્છના આમંત્રિત ગાદીપતિ, સંતો મહંતોના વરદ હસ્તે મહોત્સવના પ્રાંગણમાં આવેલા નવ દુર્ગાના દરેક મંદિરોમાં આશાપુરા માતાના મઢમાં થતી હોય તે રીતે હવન અને પૂજા અર્ચના સાથે સ્થાપન વિધિ કરવામાં આવશે.

દરેક મંદિરોમાં બંને ટાઈમ પૂજા, ધૂપ સાથે એકસાથે મહા આરતી કરવામાં આવશે.

તમામ ૧૧ દિવસ રોજ સવારે દુર્ગા માના હવન અને દશેરાના દિવસે મંદિરોમાં સ્થપાયેલી મૂર્તિના વિસર્જનની વિધિ કરવામાં આવશે. મંદિર દીઠ એક એક પૂજારી પણ હશે જેથી દરેક ભાવિક પૂજા આહૂતિ કે આરતી કરવાનો અવસર મેળવી શકે.

૪ એકરમાં કચ્છનો સૌથી મોટો ગરબા ઉત્સવ  

શિવાલિકા ગૃપ દ્વારા BMCB સ્કુલ ગૃપ, BMCB બેન્ક ગૃપ, ફ્રેન્ડ્સ ઑફ રૉટરીના સંયુક્ત સહકારથી ચાર એકર જેટલી વિશાળ જગ્યા પર કચ્છનો સૌથી મોટો ગરબા મહોત્સવ યોજશે. આ મહોત્સવની તૈયારીઓના પ્રારંભે કચ્છના નૃત્ય ક્ષેત્ર સાથે જોડાયેલા કોરિયોગ્રાફરો સાથે મળી વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો.

કલાગુરુઓએ આ પ્રકારના નવતર મહોત્સવનું કચ્છમાં પહેલી વખત કોઈ ગૃપે આયોજન કર્યું હોવાનું જણાવ્યું હતું.

નવરાત્રિના મૂળમાં માતાજી પ્રત્યે આસ્થા ધરાવનારાઓ અને ખેલૈયાઓ અગ્રેસર હોય. અહીં પરંપરાગત પહેરવેશ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રેડિશનલ ડ્રેસથી પ્રવેશ મેળવનારા ખેલૈયાઓને મેદાનમાં રમવા માટે ખાસ અલગ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી મહેનત રંગ લાવે અને ઝૂમવામાં પણ સરળતા રહે.

આકર્ષક પ્રવેશદ્વાર સાથે કડક સુરક્ષા વ્યવસ્થા

અહીં ભવ્ય મહેલ જેવો ઊભો કરાયેલો પરિવેશ રસ્તા પરથી પસાર થતાં લોકોમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રાહદારીઓ પ્રવેશદ્વાર આગળ તસવીરો લેવા ગાડીઓ થંભાવી દે છે. દરેક પ્રવેશ પર મેટલ ડિટેક્ટર અને ૯૫ જેટલા સુરક્ષા જવાનો ખેલૈયાઓને નિશ્ચિંત બની ગરબે રમવા પ્રોત્સાહિત કરશે. ચોતરફે સુરક્ષિત બાઉન્ડરી વૉલ પર પણ માતાજીના ચિત્રો ધાર્મિક વાતાવરણમાં ઉમેરો કરશે.

બહારથી આવતાં ખેલૈયા માટે ચેન્જિંગ રૂમ

ભુજ કે ભુજ બહારથી આવતા ખેલૈયાઓ માટે ચેન્જીંગ રુમની વ્યવસ્થા કરાઈ હોવાનું મેનેજર રૂપેશભાઈ ટાંકે જણાવ્યું હતું. આ પ્રકારની સુવિધા અન્ય કોઈ નવરાત્રિમાં જોવા ન મળતી હોવાનું પણ તેમને ઉમેર્યું હતું. મહોત્સવ સ્થળે KKP હોસ્પિટલ દ્વારા દાન કરાયેલી ICU એમ્બ્યુલન્સ સ્ટાફ સાથે સતત સેવામાં તૈનાત રહેશે.

હોટેલ હયાતનું આ જ સ્થળે થશે નિર્માણ

શિવાલિકા ગૃપના આયોજકોએ વધુ વિગતો આપતાં જણાવ્યું કે, ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છના વિકાસ માટે જે સપનું જોયું છે તેમાં અમે નિમિત્ત બની રહ્યાં છીએ. ભારતનું અગ્રેસર હોટલ ગૃપ 'હયાત'નો કચ્છ પ્રવેશ થઇ રહ્યો છે. જે જગ્યા એ હયાતનું નિર્માણ થશે એ જગ્યાએ જ નવરાત્રિ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે. ખરા અર્થમાં આ જગ્યા પ્રસાદીની જગ્યા સાબિત થશે.

પહેલાં બે દિવસ ખાસ કોમ્પિટિશન રાઉન્ડ

પહેલા દિવસે ગરબા મંડળો માટે ખાસ કોમ્પિટિશન રાઉન્ડ તેમજ બીજા દિવસે વિવિધ ડાન્સ ગૃપ વચ્ચે કોમ્પિટિશન રાઉન્ડ રાખવામાં આવ્યો છે. જે માટે રજીસ્ટ્રેશન કરાવનારને ફ્રીમાં એન્ટ્રી મળશે.

હિંદુ ધર્મમાં શરદ નવરાત્રિનું ભારે માહાત્મ્ય

નવરાત્રિ હિંદુ ધર્મનો એક મહત્વપૂર્ણ તહેવાર છે, જેમાં દેવી શક્તિની આરાધના અને ગરબા જેવા પરંપરાગત નૃત્યો દ્વારા ઉજવણી કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન દેવી શક્તિના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે અને ખેલૈયાઓ મન મૂકીને ઝૂમે છે. પહેલું નોરતું મા શૈલપુત્રી, બીજું નોરતું મા બ્રહ્મચારિણી, ત્રીજું નોરતું મા ચન્દ્રઘંટા, ચોથું નોરતું કૂષ્માંડા, પાંચમું નોરતું મા સ્કન્દમાતા, છઠ્ઠું નોરતું મા કાત્યાયની, સાતમું નોરતું મા કાલરાત્રિ, આઠમું નોરતું મા મહાગૌરી અને નવમું નોરતું મા સિદ્ધિદાત્રીનું હોય છે. વર્ષમાં ચાર વાર નવરાત્રિની ઉજવણી કરવામાં આવે છે. જેમાં વસંત નવરાત્રિ, અષાઢ નવરાત્રિ, શરદ નવરાત્રિ અને પુષ્ય નવરાત્રિનો સમાવેશ થાય છે. આસો મહિનામાં થતી શરદ નવરાત્રિ અને વસંત કાળમાં થતી વસંત નવરાત્રિની ઉજવણીને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

Share it on
   

Recent News  
જી.કે. જનરલની મિલ્ક બેન્કમાં વહેતી વાત્સલ્યની સરિતાઃ ૫૩૨ બાળકો માટે બની સંજીવની
 
નેપાળ-ચીન બોર્ડર પર ભારે પૂર વચ્ચે કૈલાસ-માનસરોવરના કચ્છી યાત્રાળુઓ સુરક્ષિત
 
બાગીબેનના ‘બાગી’ તેવર! ગાગોદર પોલીસ સ્ટેશનને ‘માથે લઈ’ મચાવી ભારે ધમાલ!