click here to go to advertiser's link
Visitors :  
29-Sep-2026, Tuesday
Home -> Bhachau -> Bhachau Sessions Judge Files Complaint On Bike Theft
Tuesday, 21-Jul-2026 - Bhachau 38169 views
લ્યો કરો વાત! ચોરોના ભાવિનો નિર્ણય કરતા જજસાહેબનું જ બાઈક ચોરો હંકારી ગ્યા!!
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ લોકોના માલ મિલકતની ચોરી કરતા ચોરોના ભાવિનો નિર્ણય કરતા માનનીય જજસાહેબ જ ચોરીનો ભોગ બન્યાં છે! ભચાઉના પાંચમા અધિક સેશન્સ જજ ભરતભાઈ એલ. ચોઈથાણીનું ૨૫ હજારની કિંમતનું હિરો હોન્ડા મોટર સાયકલ અજાણ્યા તસ્કરો ચોરી ગયાં છે! આજથી દસ મહિના અગાઉ તસ્કરો ભચાઉ એસ.ટી. બસ સ્ટેશનમાંથી જજસાહેબનું બાઈક હંકારી ગયા હતા. ૧૨-૦૯-૨૦૨૫ની બપોરે સાહેબને એકાએક અરજન્ટમાં કચ્છ બહાર જવાનું થયેલું.

સાહેબ ઘરેથી બપોરે સવા બે વાગ્યાના અરસામાં બાઈક હંકારીને ભચાઉ એસ.ટી. બસ સ્ટેશનમાં આવેલાં. અહીં ઘણાં બધા બાઈક પાર્ક હતા ત્યાં પોતાનું GJ-01 NK-4915 નંબરવાળું બાઈક પાર્ક કરીને નિશ્ચિંતપણે બસમાં બેસીને બહારગામ નીકળી ગયેલાં.

૧૫-૦૯-૨૦૨૫ના રોજ અમદાવાદથી બસમાં બેસી પરોઢે સાડા ત્રણ વાગ્યે ભચાઉ એસટી બસ સ્ટેશનમાં પરત ઉતર્યાં ત્યારે તેમનું બાઈક ગાયબ થઈ ગયેલું હતું.

જજસાહેબે બાઈક ચોરી અંગે છેક આજે એટલે કે ૩૧૨ દિવસે ભચાઉ પોલીસ સ્ટેશનમાં વિધિવત્ ફરિયાદ નોંધાવી છે. કામની વ્યસ્તતાના લીધે ફરિયાદમાં વિલંબ થયો હોવાનું લખાવ્યું છે. સાહેબની આ વ્યસ્તતાના લીધે ચોરને ૩૧૨ દિવસ સુધીનો ગ્રેસ પિરિઅડ મળી ગયો!

જેના હાથમાં ન્યાયનો હથોડો છે તે જજસાહેબનું પોતે બાઈક ચોર્યું છે તેવી જ્યારે ચોરને ખબર પડશે ત્યારે તેની હાલત શું થશે!!

સાહેબનું બાઈક ચોરનારા ચોરને શોધવા હવે ભચાઉ પોલીસ આકાશ પાતાળ એક કરશે તે નક્કી છે.

Share it on
   

Recent News  
ભુજની ખાણ ખનિજ કચેરીનો IT એક્ઝિક્યુટીવ વચેટિયા વતી ૫૦ હજારની લાંચ લેતાં ઝડપાયો
 
‘ઉપરની’ ભલામણ અને પ્રસાદીના પગલે માંડવીના વાંઢમાં બોક્સાઈટની બિન્ધાસ્ત ચોરી
 
ઈંગ્લિશ દારૂના ૪૬ ગુનાનો ‘મોસ્ટ વોન્ટેડ’ બૂટલેગર ઝડપાયોઃ LCBનું ‘ઓપરેશન ખોજ’