click here to go to advertiser's link
Visitors :  
11-Apr-2026, Saturday
Home -> Bhuj -> Bookie Arrested in Madhapar Nanda Had Moved to Kutch with Accomplices for IPL Season
Monday, 06-Apr-2026 - Bhuj 12124 views
મુંબઈનો બુકી નિલેશ નંદા IPL શરૂ થતાં સાગરીતો સાથે માધાપર આવી ગયેલો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ IPLની ક્રિકેટ મેચો પર ઓનલાઈન સટ્ટો બુક કરતાં ઝડપાયેલી ત્રિપુટીને માધાપરના રહેણાકમાંથી ઝડપી પાડીને પોલીસે સટ્ટા બેટીંગ નેટવર્કની ગહન તપાસ હાથ ધરી છે. લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે શનિવારે સાંજે માધાપર નવા વાસના નિર્જન સીમાડે ગંગેશ્વર રોડ પર આવેલા ફાર્મ હાઉસ માધવબાગના બંગ્લોમાં દરોડો પાડીને આ ત્રિપુટીને રંગેહાથ પકડી હતી.
પોલીસે પકડેલો મકાન માલિક નિલેશ પ્રતાપભાઈ નંદા (ભાનુશાલી) (ઉ.વ. ૫૦) મુંબઈનો જ રહેવાસી છે. મુંબઈમાં રહીને પ્રોપર્ટીના વ્યવસાય સાથે સંકળાયેલો નિલેશ IPL શરૂ થયાનાં બે ચાર દિવસ બાદ તેના બે સાગરીતો સાથે માધવબાગના પોતાના બંગ્લા નંબર એ-4માં રહેવા આવી ગયો હતો.

માધવબાગનું મકાન તેની પત્ની તૃપ્તિના નામે બોલે છે. નિલેશ સાથે પકડાયેલા ધર્મેશ પ્રવિણભાઈ ચોથાણી અને નીતેશ હરેશભાઈ ભોજવાણી બેઉ બુકી મુંબઈ, મહારાષ્ટ્રના રહેવાસી છે.

માધવબાગના મોટાભાગના બંગ્લો ખાલી છે. ગામના સીમાડે પોતાના રહેણાકમાં સટ્ટા બેટીંગ રમશે તો કોઈને ગંધ નહીં આવે તેવી ગણતરી સાથે નિલેશ સાગરીતો સાથે અહીં આવ્યો હતો.

લોકલ ક્રાઈમ બ્રાન્ચે દરોડો પાડી, રંગેહાથ પકડીને તેની ગણતરીને ઊંધી પાડી દીધી છે. હાલ પોલીસ જાપાન લાઈન અને પેરીસ લાઈન પર કોણ સટ્ટો બુક કરતું હતું અને ૫૫.૨૫ લાખના સોદા કોણે બુક કરાવેલાં તે અંગે તપાસ કરી રહી છે.

Share it on
   

Recent News  
સ્ક્રેપની આડમાં હાઈડ્રોપોનિક ગાંજો મુંદરા મોકલવાના કેસમાં દુબઈના સૂત્રધારને ઝટકો
 
અંજારમાં જૂની અદાવતમાં યુવકે ગેરેજ મેનેજરને છરી ઝીંકી મારી નાખ્યો
 
કચ્છખબરની અસરઃ માંડવીમાં યુવકને માર મારનાર નરાધમ ત્રિપુટી સામે ગુનો નોંધાયો