click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Bhuj -> Bhuj Spcl Court refuse to bail out two accused involved in GujCTOC
Wednesday, 03-Jun-2026 - Bhuj 9760 views
ગુજસીટોકમાં ફીટ થયેલાં અંજારના બે રીઢા આરોપીને ચાર્જશીટ બાદ જામીનનો ઈન્કાર
કચ્છખબરડૉટકોમ, અંજારઃ સંગઠિત ટોળકી બનાવીને મિલકત અને શરીરવિરોધી ગુનાઓ આચરવા બદલ વિશેષ ગુજસીટોક એક્ટ તળે અંદર થયેલી અંજારની ત્રિપુટી પૈકી બે જણે ચાર્જશીટ બાદ કરેલી નિયમિત જામીન અરજી ભુજની ખાસ કૉર્ટે ફગાવી દીધી છે. અંજારમાં લાંબા સમયથી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડીકેટ બનાવીને ગુંડાગર્દી આચરી રહેલી ત્રિપુટીની ગત ૩૦મી જાન્યુઆરીના રોજ પોલીસે ગુજસીટોક તળે ધરપકડ કરી હતી.

પોલીસ પકડેલા ખુશાલ રમેશગર ગોસ્વામી (ઉ.વ. ૩૨, રહે. લખુ બાપાનગર, મેઘપર બોરીચી મૂળ રહે. ગણેશનગર, ભુજ), દેવાંગ દિલીપભાઈ ચાવડા (ઉ.વ. ૨૭, જન્મોત્રી સોસાયટી, અંજાર) અને કિશોર ઊર્ફે રામ નાનુગર બાવા (ગુંસાઈ) (ઉ.વ. ૨૧, વિજયનગર, અંજાર) પૈકી ખુશાલ અને દેવાંગે ચાર્જશીટ દાખલ થયાં બાદ નિયમિત જામીન મેળવવા ભુજની વિશેષ ગુજસીટોક કૉર્ટમાં અરજી દાખલ કરી હતી.

ત્રણ જણ પર હુમલો કરી લૂંટ આચરેલી

ગત ૧૮મી જાન્યુઆરીની રાત્રે આ ટોળકીએ મેઘપર બોરીચી પાસે બે બાઈક પર પસાર થઈ રહેલાં બે સગાં ભાઈ સહિત ત્રણ યુવકો પર છરી ધોકાથી હુમલો કરી બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચાડી તેમની પાસે રહેલા મોબાઈલ ફોન અને બાઈકની લૂંટ ચલાવેલી. ખુશાલ ગોસ્વામી વિરુધ્ધ વિવિધ સાત ગંભીર ગુના નોંધાયેલાં છે, દેવાંગ ચાવડા સામે ચાર અને કિશોર બાવા સામે ત્રણ ગુના નોંધાયેલાં છે.

બંને આરોપીની ગુનામાં સંડોવણી, ગુનાહિત ઈતિહાસ અને ગુનામાં પ્રથમદર્શનીય સંડોવણી માનીને તેમને જામીન પર છોડાય તો સાક્ષીઓ કે પુરાવાને પ્રભાવિત કરી શકે છે તેમ જણાવી સેશન્સ જજ દિલીપ પી. મહિડાએ જામીન પર છોડવા ઈન્કાર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ કૉર્ટ કિશોર ગુંસાઈની અરજી પણ ફગાવી ચૂકી છે. આ કેસમાં સરકાર તરફે જિલ્લાના મુખ્ય સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરી હતી.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત