click here to go to advertiser's link
Visitors :  
13-Sep-2026, Sunday
Home -> Bhuj -> Bhuj Honeytrap case Court rejects anticipatory of fake lady police
Monday, 22-Sep-2025 - Bhuj 49282 views
ભુજ હની ટ્રેપ કેસમાં નકલી લેડી પોલીસ બનનારી મહિલાની આગોતરા સેશન્સ કૉર્ટે ફગાવી
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના સુખપર જૂના વાસ ગામે રહેતા ૬૨ વર્ષિય પટેલ વૃધ્ધને હની ટ્રેપ કરી ૬૦ હજાર રુપિયા પડાવી લેવાના બનાવમાં નકલી લેડી પોલીસ બનનારી નીતા નાથાલાલ પટેલ નામની આરોપીની આગોતરા જામીન અરજી કૉર્ટે રીજેક્ટ કરી દીધી છે. ભુજના દહીસરા ગામની હેમલતા ઊર્ફે સોનુ અને અન્ય ચાર આરોપીઓએ પૂર્વ આયોજીત કાવતરું રચીને હની ટ્રેપને અંજામ આપ્યો હતો. હેમલતા વૃધ્ધને મોહજાળમાં ફસાવીને, અંગત પળો માણવા માટે ભુજના ગીતા કોટેજીસમાં મુસરા મજીદ પઠાણ નામની મહિલાના ઘરે લઈ ગયેલી.
નકલી પોલીસ બનીને પતાવટના નામે ૩ લાખની માગણી

સોનુએ ફરિયાદીને નિઃવસ્ત્ર કરેલા ત્યારે કમલેશ દયાપ્રસાદ વર્મા, ભગવત ઓમપ્રકાશ રાણા અને બૉબકટ વાળવાળી નીતા નાથાલાલ પટેલ નકલી પોલીસ બનીને ત્રાટક્યા હતા. કમલેશ અને ભગવત રાણાએ વૃધ્ધને ડંડાથી માર મારેલો. કમલેશે કમરે લટકતી રિવોલ્વર બતાવીને વૃધ્ધને મારી નાખવા તથા બળાત્કારના કેસમાં ફીટ કરી દેવાની ધમકી આપી મામલાની પતાવટના નામે ૩ લાખ રૂપિયાની માગણી કરીને પ્રારંભે ૬૦ હજાર રૂપિયા પડાવ્યા હતા. ટોળકીએ જો બાકીના રુપિયા નહીં મળે તો સોશિયલ મીડિયા પર અશ્લીલ ફોટા અને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપેલી.

ચાર આરોપી ઝડપાઈ ચૂક્યા છે

બનાવ અંગે ગત પાંચમી ઑગસ્ટે ભુજ એ ડિવિઝન પોલીસે ત્રણ મહિલા સહિત પાંચ સામે એક્સટોર્શન, આર્મ્સ એક્ટ સહિતની કલમો તળે ગુનો દાખલ કરીને બીજા દિવસે નકલી પોલીસ કર્મી બનનારા કમલેશ વર્મા, ભગવત રાણા, મુસરા પઠાણની ધરપકડ કરી લીધી હતી. દહીસરાની હેમલતા માંડવી પોલીસ સ્ટેશનમાં દાખલ હની ટ્રેપના અન્ય એક ગુનામાં પહેલાંથી જ અંદર હતી. પરંતુ, બોબ કટવાળવાળી મહિલા કોણ હતી તે અંગે એફઆઈઆરમાં નામજોગ કશી વિગતો રજૂ થઈ નહોતી.

કૉર્ટે નીતાની અરજી રીજેક્ટ કરી દીધી

આ મહિલા આરોપી એરપોર્ટ રોડ પર આવેલા આશાપુરાનગરમાં રહેતી ૪૪ વર્ષની નીતા નાથાલાલ પટેલ હોવાનું આગોતરા જામીન અરજી પરથી સ્પષ્ટ થયું છે. હેમલતા સિવાયના અન્ય ચારે આરોપી આસપાસમાં જ રહે છે. ગુનામાં નીતાની પ્રથમદર્શનીય સંડોવણી જણાતી હોવાનું અને આગોતરા અપાય તો તપાસને પ્રભાવિત કરી શકે છે તેવી શક્યતા દર્શાવીને આઠમા અધિક સેશન્સ જજ તુષાર ખંધડીયાએ અરજી ફગાવી દીધી છે.

Share it on
   

Recent News  
કંડલા OTB નજીક કોલસો ભરેલું વિશાળ જહાજ અન્ય શિપ સાથે ટકરાઈને જળસમાધિના આરે
 
કંડલામાં એ મજૂરનું મોત રોડ અકસ્માતમાં નહીં પણ ૩૦ ફૂટ ઉપરથી નીચે પડવાથી થયેલું
 
‘સિંઘમ સ્ટાઈલ’માં ખનિજ ચોરી પર રેઈડ કરવા નીકળેલાં IAS ખરેખર પથરાં ખાતાં બચ્યાં?