click here to go to advertiser's link
Visitors :  
27-Oct-2025, Monday
Home -> Bhuj -> Bhuj GUVNL ASIs dead body found from native Rajasthan
Monday, 10-Jun-2024 - Bhuj 53708 views
ભુજના ASIનો વતન રાજસ્થાનની કેનાલમાંથી ભેદી સંજોગોમાં મૃતદેહ મળતાં ચકચાર
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં GUVNL પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે છેલ્લાં ત્રણ વર્ષથી ફરજ બજાવતાં ૪૮ વર્ષિય ચતુરસિંહ ભંવરસિંહ ભાટીનો મૃતદેહ વતન રાજસ્થાનની નહેરમાંથી મળી આવતાં ચકચાર મચી ગઈ છે. મૂળ રાજસ્થાનના ફલોદી નજીક ટેપુ ગામના વતની ચતુરસિંહ ૧૯૯૬થી પોલીસ દળમાં જોડાયા હતા અને ભુજમાં અનેક વર્ષોથી લોકલ ઈન્ટેલિજન્સ બ્યૂરોમાં ફરજ બજાવી હતી. ૩૦ મેથી ચતુરસિંહ ફેમિલી સીક લીવ પર રજામાં ઉતર્યાં હતાં.

સૂત્રોના જણાવ્યા મુજબ પરિવારમાં મરણ પ્રસંગ હોઈ તે વતન ગયાં હતાં.

છેલ્લાં બે-ત્રણ દિવસથી ચતુરસિંહ તેમની સ્વિફ્ટ કાર સાથે લાપત્તા થયાં હતાં. તપાસ કરાતાં રવિવારે ચતુરસિંહની કાર તેમના ગામથી ૭૮ કિલોમીટર દૂર અમૃતસર જામનગર નેશનલ હાઈવે પર ચામુ ગામ નજીક ગગાડી કેનાલ પાસેથી બિનવારસી હાલતમાં મળી આવી હતી.

ચામુ પોલીસે કેનાલમાં તપાસ હાથ ધરતાં આજે ગાડી મળી ત્યાંથી સો-દોઢસો મીટર દૂર કેનાલ જંક્શન નજીક જાળીમાં ફસાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. કચ્છખબર સાથે વાત કરતાં જોધપુર જિલ્લાના ચામુ થાણાના એસએચઓ ઓમપ્રકાશે જણાવ્યું કે ડેડબૉડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. હાલ અમે એક્સિડેન્ટલ ડેથ ગણી તપાસ હાથ ધરી છે. મૃતકે આપઘાત કર્યો છે કે તેની કોઈએ હત્યા કરી છે તે અંગે પોસ્ટ મોર્ટમ રીપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટતા થશે. બનાવ અંગે મૃતકના પરિવારજનોએ હજુ સુધી કોઈ ફરિયાદ આપી નથી.

Share it on
   

Recent News  
ભચાઉ નજીક અજ્ઞાત વાહન પાછળ કાર ઘૂસી જતાં પિતા પુત્રના મોતઃ મા દીકરી ગંભીર
 
હનીટ્રેપના ગુનામાં સૂત્રધારો જામીન પર છૂટ્યાં બાદ અઢી માસથી ફરાર નીતા પટેલ પકડાઈ