click here to go to advertiser's link
Visitors :  
15-Aug-2026, Saturday
Home -> Bhuj -> Bhuj Girl Loses Job and Honor After Married Lover Leaks Intimate Videos
Friday, 31-Jul-2026 - Bhuj 31974 views
પરિણીત પ્રેમીએ અંગત પળોના વીડિયો વાયરલ કરતાં ભુજની યુવતીએ નોકરી અને આબરુ ખોઈ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ लाइफ में तीन चीज़ों को कभी अंडरएस्टीमेट नहीं करना चाहिए, लव सेक्स और धोखा એક જાણીતી હિન્દી ફિલ્મનો આ ડાયલૉગ ભુજની એક કોડભરી યુવતી જાણતી નહોતી. પરંતુ, આ ડાયલોગ પાછળ રહેલો મર્મ આજે આ યુવતી સુપેરે સમજી ગઈ છે. દગાખોર પ્રેમીની હરકતના લીધે તેને આબરુ અને નોકરી ખોવાનો વારો આવ્યો છે. ભુજની ૨૩ વર્ષિય યુવતી સ્નેચપેટ મારફતે અબડાસાના વાડાપધ્ધર ગામના વિશ્વરાજસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના પરિણીત યુવકના પરિચયમાં આવેલી.

પરિચય પ્રેમમાં પરિણમેલો. બેઉ જણે સહમતિથી એકમેકનો સહવાસ કરેલો. આ સમયે આરોપીએ તેના મોબાઈલ ફોનમાં અંગત પળોના વીડિયો રેકોર્ડ કરી લીધેલાં. આરોપી જોડે લગ્ન શક્ય નહોતા.

ધીમે ધીમે સંબંધમાં ઓટ આવવા માંડેલી અને સારા ઘરના માંગા આવવા માંડતા યુવતીએ પણ પરણીને ઠરીઠામ થવાનો નિર્ણય કરીને યુવક સાથેનો સંબંધ મર્યાદિત કરી દીધો હતો.

વિશ્વરાજને આ મંજૂર નહોતું. તેણે સંબંધ ચાલુ રાખવા યુવતી પર ધાક ધમકી કરી દબાણ કરવાનું શરૂ કરી દીધેલું.

યુવતી તેના દબાણને વશ ના થતાં વિશ્વરાજે મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરેલી અંગત પળોના વીડિયો યુવતીના પરિચિતો અને નોકરીના સ્થળે કામ કરતાં અન્ય લોકોને શેર કરી દીધેલાં. યુવતીનું જ્યાંથી માંગુ આવેલું તે લોકોએ પણ વાયરલ વીડિયો જોઈને મોંઢું ફેરવી દીધેલું.

અશ્લીલ વીડિયો વાયરલ થવાના લીધે યુવતીને ખાનગી નોકરી ગુમાવવાનો વારો આવ્યો. અંતે તેણે હિંમતપૂર્વક વિશ્વરાજ વિરુધ્ધ ભુજના સાયબર ક્રાઈમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે IT Actની કલમ ૬૬ ઈ, ૬૭, ૬૭ એ અને BNSની કલમ ૭૭, ૩૫૧, ૭૫ (૩) હેઠળ ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી લીધી છે.

Share it on
   

Recent News  
સામખિયાળીઃ ૧૧ વર્ષની દીકરીની લાંબા સમયથી જાતીય સતામણી કરતો યુવક ઝડપાયો
 
આદિપુરઃ વિમાનમાં ઉડી રોયલ લાઈફ માણવા ૧ કરોડનો માલ ચોરનાર બે નેપાળી કામવાળી પકડાઈ
 
અદાણી મુંદરા એરપોર્ટ પરથી બાવન દિવસમાં ૧૦ હજાર પ્રવાસીઓએ ઉડાન ભરી