click here to go to advertiser's link
Visitors :  
04-Nov-2025, Tuesday
Home -> Bhuj -> Bhuj Court refuse to bailout 70 year old woman involved in murder at Bidada
Monday, 03-Nov-2025 - Bhuj 2342 views
દીકરીના પ્રેમલગ્નની અદાવતમાં બિદડામાં સરાજાહેર હત્યાઃ વૃધ્ધ મહિલાને જામીનની ના
કચ્છખબરડૉટકોમ, ભુજઃ પરિવારની મરજી વિરુધ્ધ દીકરીએ કરેલા પ્રેમલગ્નની અદાવત રાખીને યુવકના વૃધ્ધ પિતા પર સરાજાહેર લાકડીઓ હુમલો કરી હત્યા કરવાના ગુનામાં યુવતીની ૭૦ વર્ષિય દાદીની ચાર્જશીટ બાદની નિયમિત જામીન અરજી ભુજ સેશન્સ કૉર્ટે ફગાવી દીધી છે. પરિવારની મરજી વિરુધ્ધ દીકરી ગામમાં રહેતા નજીકના સંબંધી યુવક સાથે પ્રેમલગ્ન કરી નાસી જતાં તેની અદાવતમાં યુવકના પિતા પર સરાજાહેર હુમલો કરી હત્યા કરવાના ગુનામાં ભુજ સેશન્સ કૉર્ટે બે વયોવૃધ્ધ મહિલા આરોપીની નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે.
સાત માસ અગાઉ સરાજાહેર હત્યા થયેલી

હુમલા અને હત્યાનો બનાવ ગત ૨૭ માર્ચની સાંજે માંડવીના બિદડા ગામે જૂના બસ સ્ટેશન ચાર રસ્તાએ બન્યો હતો. મરણ જનાર ૭૫ વર્ષિય લધાભાઈ ખીમજી સંઘાર પાનના ગલ્લે બાંકડા પર બેઠાં હતા ત્યારે પૂર્વઆયોજીત કાવતરું રચીને દીકરીની માતા રાજબાઈ વીરમ સાકરીયા (સંઘાર), રાજબાઈની ૭૦ વર્ષિય સાસુ રાણબાઈ ઊર્ફે જાનબાઈ બુધિયા સંઘાર અને રાણબાઈની ૭૫ વર્ષિય મોટી બહેન સોનબાઈ ગાભાભાઈ સંઘારે એકસંપ થઈ, કારમાંથી ધોકા લઈ આવીને ૭૫ વર્ષિય લધાભાઈ પર હુમલો કર્યો હતો. હુમલામાં લધાભાઈને હાથ અને પગે ફ્રેક્ચર તથા માથામાં હેમરેજ જેવી ગંભીર ઈજા થયેલી અને ૨૯ માર્ચે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજેલું.

પેરિટીના આધાર પર જામીન અરજી કરેલી

આ ગુનામાં ચાર્જશીટ દાખલ થયા બાદ ભુજ સેશન્સ કૉર્ટે આરોપીઓની જામીન અરજી  ફગાવી દીધી હતી. આરોપીઓએ હાઈકૉર્ટમાં અરજી કરેલી. હાઈકૉર્ટે એક મહિલા આરોપી સોનબાઈ સંઘારને જામીન પર મુક્ત કરવા હુકમ કરેલો.

સહઆરોપીને હાઈકૉર્ટે જામીન પર મુક્ત કરી હોઈ સમાનતાના સિધ્ધાંત (પેરિટી)ના આધાર પર રાણબાઈએ ભુજ સેશન્સ કૉર્ટમાં વધુ એકવાર જામીન મેળવવા અરજી કરેલી.

બચાવ પક્ષના વકીલે રજૂઆત કરેલી અરજદાર વૃધ્ધ અને બિમાર છે. લધાભાઈનું મૃત્યુ ઈજાથી નહીં પરંતુ યોગ્ય સારવાર નહીં મળવાના કારણે થયેલું. સામા પક્ષે, સરકારી વકીલ એસ.એ. મહેશ્વરી અને અને સિનિયર એડવોકેટ આર.એસ. ગઢવીએ દલીલ કરી હતી કે આરોપીની ગુનામાં સક્રિય અને પ્રથમદર્શનીય સંડોવણી છે. ફરિયાદી અને આરોપીઓ બેઉ એક જ ગામના છે તેથી જામીન પર મુક્ત કરાય તો આરોપીઓ ફરિયાદ પક્ષના સાક્ષીઓ, પુરાવા સાથે ધાક ધમકી કે ચેડાં કરી શકે તેમ છે.

છઠ્ઠા અધિક સેશન્સ જજ વી.એ. બુધ્ધાએ અરજી ફગાવતાં જણાવ્યું કે જામીન પર છૂટેલી આરોપી કરતાં અરજદાર મહિલાની આ ગુનામાં વધુ ગંભીર ભૂમિકા છે. ગુનામાં તેની સક્રિય અને પ્રથમદર્શનીય સંડોવણી વર્તાઈ આવે છે.

ઉલ્લેખનીય છે કે વૃધ્ધ પર ત્રણ મહિલાઓએ કરેલા ઘાતકી હુમલાનો સમગ્ર બનાવ સીસીટીવી કેમેરામાં કેપ્ચર થઈ ગયો હતો. 

Share it on
   

Recent News  
પતિની મદદથી પડાણાના યુવકના ૫.૫૮ કરોડ પડાવવાના ગુનામાં મુંબઈની સીમરનની ધરપકડ
 
ગાંધીધામના આંગડિયા સંચાલકનું અપહરણ કરવાના ગુનામાં વધુ એક ખૂંખાર આરોપી ઝડપાયો
 
ભુજના રાજકીય સામાજિક આગેવાનનું છીનાળું છૂપું ના રહ્યું! લાખોમાં ઓપરેશન થઈ ગયું!