click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Bhuj -> Bhuj Court Orders 5 year Rigorous Jail Sentence to POCSO convict
Friday, 15-May-2026 - Bhuj 15006 views
૧૩ વર્ષની બાળા સાથે અડપલા કરનાર કથિત મામાને કૉર્ટે દસ વર્ષ માટે જેલમાં મોકલ્યો
કચ્છખબરડૉટકોમ, ભુજઃ દોઢ વર્ષ અગાઉ મુંદરાના મોટી ભુજપુર ગામે ૧૨.૯ વર્ષની બાળા જોડે જાતીય દુરાચારનો પ્રયાસ કરનાર ૧૯ વર્ષના યુવકને ભુજની ખાસ પોક્સો કૉર્ટે દસ વર્ષની સખ્ત કેદની સજા સાથે કુલ ૫૮ હજારનો દંડ ફટકાર્યો છે. મોટી ભુજપુરમાં ભાડાની ઓરડીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના રતલામનો રાહુલ ઊર્ફે કલ્લુ ગોરધન હાડા (ખારોલ ક્ષત્રિય)એ બાળા સાથે દુરાચાર આચરેલો. રાહુલની પડોશમાં રહેતી બાળાના માતા પિતા સવાર પડે ને મજૂરીએ નીકળી જતાં.

ગુનાનો ભોગ બનનાર બાળાના ઘેર રાહુલ ટીવી જોવાના બહાને અવારનવાર આવ-જા કરતો રહેતો.

બાળા તેને ‘રાહુલ મામા’ કહીને બોલાવતી હતી. ૧૩-૧૨-૨૦૨૪ની બપોરે રાહુલ બાળાના માતા પિતાની ગેરહાજરીમાં ટીવી જોવાના બહાને ગયેલો અને ત્યારપછી ઘરનો દરવાજો બંધ કરીને બાળા સાથે જાતીય અડપલાં કરેલાં.

રાહુલે લગાતાર ત્રણ દિવસ સુધી બાળા જોડે હવસ સંતોષવા અડપલાં કર્યાનું બહાર આવેલું. ગુનાનો ભોગ બનનાર બાળાએ આપેલી સમર્થનકારી જુબાની તથા કુલ ૧૦ દસ્તાવેજી પુરાવા અને ૧૨ સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઈને આજે ભુજની વિશેષ પોક્સો કૉર્ટના જજ જે.એ. ઠક્કરે રાહુલને પોક્સો એક્ટની કલમ ૪ (૪) (૨), ૫ (૧) (એમ) હેઠળ ૧૦ વર્ષની સખ્ત કેદ સાથે ૫૦ હજારનો દંડ ફટકાર્યો છે. એ જ રીતે, પોક્સો એક્ટની કલમ ૮ હેઠળ ૫ વર્ષની સખ્ત કેદ સાથે ૫ હજાર રૂપિયા દંડ તથા પોક્સો એક્ટની કલમ ૧૨ તથા ૫ (એમ), ૬ સાથે વાંચતા કલમ ૧૮ હેઠળ દોષી ઠેરવી ૩-૩ વર્ષની સખ્ત કેદ સાથે ૩-૩ હજારનો દંડ ફટકાર્યો છે.

કૉર્ટે બાળાને બે લાખ રૂપિયાનું વળતર ચૂકવવા DLSAને હુકમ કર્યો છે. સમગ્ર કેસ અંડર ટ્રાયલ પ્રીઝનર તરીકે ચાલ્યો છે.

ગુનાની તપાસ મુંદરાના તત્કાલિન પીઆઈ આર.જે. ઠુમરે કરેલી અને કૉર્ટમાં ફરિયાદ પક્ષે જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ દલીલો કરેલી.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત