click here to go to advertiser's link
Visitors :  
01-Jul-2026, Wednesday
Home -> Bhachau -> Female Jewelry Store Employee and Accomplice Arrested for 2.80 Lakh Theft in Bhachau
Friday, 15-May-2026 - Bhachau 41687 views
ભચાઉમાં જ્વેલરી શોપમાં નોકરી કરતી યુવતીએ ૨.૮૦ લાખના ઘરેણાં ચોર્યાં, CCTVથી પકડાઈ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉમાં જ્વેલરી શોપમાં નોકરી કરતી યુવતીએ ૨.૮૦ લાખના ઘરેણાં ચોરી લઈને બોયફ્રેન્ડ સાથે મળીને વેચી મારવા પ્રયાસ કર્યો હોવાનો બનાવ બહાર આવ્યો છે. ભચાઉ પોલીસે તુરંત એક્શન લઈને યુવતી અને તેના મિત્રને દબોચી લઈ સોના ચાંદીના ત્રણે ઘરેણાં રીકવર કરી લીધા છે. ભચાઉના શિકરા ગામે રહેતી નિરાલી D/o અશોકભાઈ સાધુ ભચાઉના મહારાણા પ્રતાપ ગેટ નજીક આવેલી આસ્થા જ્વેલર્સમાં નોકરી કરે છે.

નિરાલી સાથે અન્ય દસ કર્મચારીઓ પણ દુકાનમાં નોકરી કરે છે. ગઈકાલે ગુરુવારે નિરાલી નોકરી પર આવી નહોતી. બીજી તરફ, વેપારી દ્વારા રાબેતા મુજબ અઠવાડિયામાં એકવાર દુકાનમાં રહેલા સ્ટોકની ગણતરી શરૂ કરાયેલી. વેપારીએ ફોન કરીને નિરાલીને પૃચ્છા કરતાં તેણે ઘરે મહેમાન આવવાના હોવાનું બહાનું કરેલું.

સ્ટોકની ગણતરી દરમિયાન ૩૮૦ ગ્રામ અને ૨૭૦ ગ્રામ ચાંદીના સાંકળાની બે જોડ તથા ૮ ગ્રામ સોનાની એક વીંટી ગાયબ હોવાનું ધ્યાને આવેલું. સોનીએ દુકાનમાં રાખેલાં સીસીટીવી કેમેરા ચેક કરતાં ૧૨ મેની બપોરે ૩ વાગ્યે નિરાલી આ દાગીના ચોરીછૂપે તેના ખિસ્સામાં સરકાવતી જોવા મળેલી.

સોનીએ નિરાલીને ફરી ફોન કરતાં તેણે પોતે બહાર નીકળી ગઈ હોવાનું જણાવેલું. સોનીએ તેના ઘેર જઈને પૂછપરછ કરતાં નિરાલીની માતાએ જણાવેલું કે એ તો દુકાને નોકરી જાઉં છું કહીને સવારની નીકળી ગઈ છે!

સીસીટીવી ફૂટેજના પુરાવાના આધારે સોનીએ ભચાઉ પોલીસ મથકે નિરાલી સામે ફરિયાદ નોંધાવેલી.

પોલીસે નિરાલી સાથે તેના મિત્ર અયુબ સીદીક કુંભાર (રહે. મદિનાનગર, ભચાઉ)ની ધરપકડ કરી લીધી છે. પોલીસે જણાવ્યું કે દાગીના ચોર્યાં બાદ નિરાલી અને અયુબ બેઉ જણ ભચાઉમાં જ એક સોનીની દુકાને દાગીના વેચવા ગયેલાં. પરંતુ, સોનીએ બિલ માંગેલું અને બિલ ના હોઈ બેઉ ત્યાંથી નીકળી ગયેલાં. પોલીસે ૨.૮૦ લાખના ત્રણે દાગીના રીકવર કરી લીધા છે. ગુનાની તપાસ પીઆઈ ડી.ડી. ઝાલા અને સર્વેલન્સ સ્ટાફે કરી હતી.

Share it on
   

Recent News  
૫૭૫ કરોડનું હેરોઈન ઘૂસાડવાના ૩ કેસમાં ૧૮ પાકિસ્તાની સહિત ૧૯ને ૨૦ વર્ષની જેલ
 
રીઢા બૂટલેગરે ધંધાના હિસાબના બહાને આડેસરના યુવકને રાજસ્થાન બોલાવી મારી નાખ્યો
 
દારૂબંધીનું બોલાઈ ગયું હે..રામ! કરોડોના દારૂનું બિઝનેસ નેટવર્ક જાણીને ચકરાઈ જશો