click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Bhachau -> Bhachau Court orders 4 year RI to POCSO convict
Thursday, 14-May-2026 - Bhachau 19776 views
ઘરમાં એકલી રહેલી બાળા સાથે દુરાચાર બદલ ગાગોદરના યુવકને ચાર વર્ષની સખ્ત કેદ
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ઘરમાં એકલી રહેલી ૧૩ વર્ષ ૯ માસની બાળા સાથે શારીરિક અડપલાં કરી ધમકી આપવાના ગુનામાં ભચાઉ પોક્સો કૉર્ટે દોષી યુવકને ચાર વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. ગત બીજી જૂન ૨૦૨૪ના રોજ બનાવ બન્યો હતો. પીડિત બાળા ઘરે એકલી હતી અને પિતા વાડીએ મજૂરી કામે ગયેલાં. તે સમયે આરોપી પ્રવિણ પ્રાગજીભાઈ પરમાર બાળાના ઘેર આવેલો. પ્રવિણે ‘તારા પિતા ક્યાં છે?’ તેવું પૂછેલું.

પિતા વાડીએ ગયાં હોવાનો જવાબ સાંભળીને પ્રવિણે ઘરમાં ઘૂસીને બાળા જોડે શારીરિક અડપલાં કરી જમીન પર પાડી દઈને કપડાં કાઢવા પ્રયાસ કરેલો. બાળાએ બચવા માટે બૂમાબૂમ કરતા મોઢું દબાવી દીધેલું.

બાળાએ શિયળ બચાવવા માટે તેને ધક્કો મારી પ્રતિકાર કર્યા બાદ પ્રવિણ બનાવ અંગે કોઈને કહે તો તેને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતો રહેલો.

મોડી રાત્રે ૧૧ વાગ્યે પિતા વાડીએથી ઘરે પરત ફર્યાં ત્યારે દીકરીએ ચોધાર આંસુએ રડતાં રડતાં આખી ઘટના જણાવેલી. પિતા દીકરીને લઈને ગાગોદર પોલીસ મથકે પહોંચેલાં અને પોલીસે પ્રવિણ વિરુધ્ધ પોક્સો સહિતની ધારાઓ તળે ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરેલી.

એક માસ બાદ પ્રવિણ જામીન પર છૂટી ગયો હતો.

આ ગુનામાં સરકારી વકીલ ડી.એસ. જાડેજાની દલીલો, ઉપલબ્ધ પુરાવા અને સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઈને ભચાઉની પોક્સો કૉર્ટના વિશેષ જજ અંદલીપ તિવારીએ પ્રવિણને દોષી ઠેરવી પોક્સો એક્ટની કલમ ૮ હેઠળ ચાર વર્ષની સખ્ત કેદ સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઈપીકો કલમ ૫૦૬ (૨) હેઠળ ત્રણ વર્ષની સાદી કેદ તથા ઈપીકો કલમ ૪૪૭ હેઠળ પણ દોષી ઠેરવી સાદી કેદ દંડની સજા ફટકારી છે. ગુનાની તપાસ ગાગોદરના તત્કાલિન પીઆઈ વી.કે. ગઢવી અને એમ.એન. દવેએ કરી હતી.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત