click here to go to advertiser's link
Visitors :  
10-Jul-2026, Friday
Home -> Bhuj -> Bhuj Court awards 20 year RI to 18 Pak and 1 Afghan national in 575 Crore Heroin cases
Wednesday, 01-Jul-2026 - Bhuj 14963 views
૫૭૫ કરોડનું હેરોઈન ઘૂસાડવાના ૩ કેસમાં ૧૮ પાકિસ્તાની સહિત ૧૯ને ૨૦ વર્ષની જેલ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ કચ્છની જળ સરહદેથી ગેરકાયદે રીતે ૫૭૫ કરોડનું હેરોઈન ઘૂસાડવાના જુદાં જુદાં ત્રણ કેસમાં પકડાયેલાં ૧૮ પાકિસ્તાની અને એક અફઘાની સહિત ૧૯ ડ્રગ્ઝ કેરિયર્સને ભુજની ખાસ કૉર્ટે ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે. બાતમીના આધારે ત્રણે બનાવમાં ગુજરાત એટીએસએ ઓપરેશન હાથ ધરીને આરોપીઓને પકડ્યાં હતા.
૬ જાન્યુઆરી ૨૦૨૦ના ૧૭૫ કરોડનું હેરોઈન પકડેલું

ગુજરાત ATSએ ૬ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ કચ્છની જળસીમામાં કોપર ક્રીક પાસે ઓપરેશન હાથ ધરીને ફિશીંગ બોટમાં ૧૭૫ કરોડનું હેરોઈન લઈને ભારતમાં ઘૂસણખોરી કરનારાં પાંચ પાકિસ્તાનીને જખૌ પાસેથી પકડ્યાં હતા. આ ગુનામાં આજે ભુજની ખાસ NDPS કૉર્ટે ઈસ્માઈલ મોહમ્મદ જામ (ઉ.વ. ૫૦), અનીશ ઈશા ભાટી (ઉ.વ. ૩૦), અબુબકર હાસમ કુંગરા (ઉ.વ. ૭૦) અને અશર્રફ ઉસ્માન ભાટી (ઉ.વ. ૪૨)ને દોષી ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.

એક આરોપીનું મૃત્યુ થતાં તેની સામેની ટ્રાયલ પડતી મૂકાઈ હતી. હેરોઈનનો જથ્થો મુંબઈના મુનાફ ઊર્ફે મોહમ્મદ હાજી અનવર હાજી અબ્દુલ મજીદ લૈયારીને સપ્લાય થવાનો હતો અને માલ દિલ્હી પહોંચાડવાનો હતો તેવું બહાર આવેલું.

 ATSએ મુનાફની ધરપકડ કરેલી. જો કે, કૉર્ટમાં ફરિયાદી પક્ષ મુનાફ સામેનો આરોપ પુરવાર કરી શક્યો નહોતો અને કોર્ટે તેને નિર્દોષ છોડી મુક્યો છે. મુનાફ વતી બચાવ પક્ષે એડવોકેટ આર.એસ. ગઢવીએ કરેલી દલીલો કરેલી.

૨૦૨૧માં ૧૫૦ કરોડના હેરોઈન સાથે ૮ પાકિસ્તાની પકડાયેલાં

૧૪-૦૪-૨૦૨૧ના રોજ ગુજરાત ATSએ જખૌ નજીક સમુદ્રમાંથી ૧૫૦ કરોડના ૩૦ કિલો હેરોઈન ભરેલી બોટ સાથે ૮ પાકિસ્તાનીઓની ધરપકડ કરેલી. આરોપીઓ પાકિસ્તાનના હૈદરી પોર્ટથી હેરોઈન લઈને ભારતમાં સપ્લાય કરવા ઘૂસેલાં. આ ગુનામાં ભુજની ખાસ કૉર્ટે મુર્તજા યામીન સિંધી (ઉ.વ. ૩૫), યામીન ઉમર સિંધી (ઉ.વ. ૬૫), મુસ્તફા યામીન સિંધી (ઉ.વ. ૩૩), નસરુલ્લા યામીન સિંધી (ઉ.વ. ૨૮), હુસૈન ઈબ્રાહિમ સિંધી (ઉ.વ. ૬૨), સાલેમામદ અબ્દુલ્લા સિંધી (ઉ.વ. ૭૦), મહંમદ યાસિન મહંમદ ઉર્સ મલ્લા (ઉ.વ. ૩૯) અને રફીક આમદ ઉસ્માનઅલી મુલ્લા (ઉ.વ. ૬૨)ને ભુજ કૉર્ટે ૨૦ વર્ષના સખ્ત કારાવાસની સજા ફટકારી છે.

ઓક્ટોબર ૨૦૨૨માં ૨૫૦ કરોડનું હેરોઈન ઝડપાયેલું

એ જ રીતે, ૦૮-૧૦-૨૦૨૨ના રોજ ATSએ જખૌ નજીક ઓપરેશન હાથ ધરીને ફિશીંગ બોટ સાથે ભારતમાં ઘૂસેલાં પાંચ પાકિસ્તાનીની ૨૫૦ કરોડની કિંમતના ૫૦ કિલો હેરોઈન સાથે ધરપકડ કરેલી. આ ગુનામાં પાછળથી એક અફઘાની નાગરિકની સંડોવણી બહાર આવતાં તેની ધરપકડ કરાયેલી. આ કેસમાં કૉર્ટે અલી મોહમ્મદ બચ્ચન મલ્લા (૪૦), મમતાજ હારૂન મલ્લા (૩૦), શેર મોહમ્મદ બશરીયા બડ (૪૦), મોતીયા ઈદ્રીશ મલ્લા (૫૦), ઈબ્રાહિમ યુસુફ સમેજા (૬૮), ઝાહિદ અબ્દુલ્લા મલ્લા (૨૨) અને અફઘાનિસ્તાનના હેકમતુલ્લા નુરુલ્લાહની ધરપકડ કરેલી.

કૉર્ટે દરેકને કેદ સાથે બે-બે લાખનો દંડ ફટકાર્યો

ત્રણે કેસ ભુજના ત્રીજા અધિક સેશન્સ જજ અને NDPS કૉર્ટના ખાસ જજ વી.એ. બુધ્ધ સમક્ષ ચાલ્યાં હતા. કૉર્ટે ત્રણે કેસના ૧૯ આરોપીઓને NDPS Actની કલમ ૮ (સી) અને કલમ ૨૩ (સી) હેઠળ ૨૦-૨૦ વર્ષના સખ્ત કારાવાસ સાથે પ્રત્યેકને બે-બે લાખનો દંડ ફટકાર્યો છે. ઉપરોક્ત બંને કલમો તળે અલગ અલગ સજા ભોગવવા કૉર્ટે હુકમ કર્યો છે. આ ગુનાઓમાં તપાસ દરમિયાન મુનાફ સહિત બે આરોપીને કૉર્ટે નિર્દોષ છોડી મૂક્યાં હતા.

દેશના ઢાંચાને તોડી પાડતું ષડયંત્ર સાંખી ના લેવાય

સજા સંભળાવતી વખતે કૉર્ટે જણાવ્યું કે ભારતના યુવાનોને નિશાન બનાવી આવા ગંભીર વ્યસનમાં ધકેલવાનું કૃત્ય સામાન્ય કૃત્ય ગણી શકાય નહીં. આરોપીઓએ મોટાં પ્રમાણમાં માદક પદાર્થો સપ્લાય કરવા પ્રયાસ કરીને રાષ્ટ્રના ઢાંચાને નબળો પાડવાનું સુનિયોજિત ષડયંત્ર ઘડેલું છે. નશાની સમસ્યા વ્યક્તિગત સ્તરે નહીં પરંતુ રાષ્ટ્રીય સ્તરે પણ સંકટ બની શકે તેમ છે અને દેશની આંતરિક સુરક્ષાને સીધી અસર કરી શકે તેમ છે. ત્રણે કેસમાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એચ.બી. જાડેજાએ હાજર રહીને સાક્ષીઓ તપાસીને દલીલો કરી હતી.

Share it on
   

Recent News  
ગાંધીધામમાં ૫૨ વર્ષની મહિલા પર દુષ્કર્મ આચરનાર ૨૫ વર્ષના યુવકને ૧૦ વર્ષની કેદ
 
મુંદરા પોલીસે બિહારમાં જઈને સ્થાનિક ગ્રામજનોનો વેશ પહેરીને હત્યારાને ઝડપી પાડ્યો
 
કચ્છ કાંઠે મળેલા કરોડોના બિન વારસી ડ્રગ્ઝના ૮ કેસની તપાસ NCBએ બંધ કરી દીધી!