કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજથી ખાવડા જઈ રહેલી ખાનગી પેસેન્જર બસ ડમ્પર પાછળ ઘૂસી જતાં બસમાં સવાર ૧૫થી વધુ પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ થઈ છે. આજે બપોરે દોઢેક વાગ્યાના અરસામાં પાલારા જેલ નજીક દુર્ઘટના ઘટી હતી. બસના ચાલકે એકાએક સ્ટિયરીંગ પરનો કાબૂ ગુમાવતા બસ ડમ્પરમાં ઘૂસી ગઈ હતી. ઘાયલ લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયાં છે. દુર્ઘટનામાં ડ્રાઈવર સહિત બે જણને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઘાયલોમાં મજૂરીકામ માટે યુપીથી આવનારાં લોકોનો સમાવેશ થાય છે. ઘાયલોમાં શાકીબ મોહસીન ખાન (૨૨, મેરઠ. યુપી), અકરમ જહાંગીર (યુપી), જહાંગીર નવાબ ખાન (૪૨, ખાવડા), મહમદ નસીમ (૩૫, યુપી), અજબાઈ મીઠા (૩૦, ધોરાવર, ખાવડા), મજીદ અમીન (૨૦, ખાવડા), મેઘરાજ તૈયબ (૫૦, નાનો વાસ, ખાવડા), નીલબાઈ તૈયબ (૪૮, ખાવડા), હનીફ ઉમર સમા (૬૦, મોટા દિનારા), રહિમા અબ્દુલ કરીમ (૨૯, જામ કુનરીયા) મોહમ્મદ મેહતાબ (૨૫, યુપી) વગેરેનો સમાવેશ થાય છે. સામાન્ય છોલછાંભ થઈ હોય તેવા અન્ય ત્રણેક લોકોને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલમાં દાખલ કર્યાં વગર ઘરે મોકલી દેવાયાં હતાં.
Share it on
|