કચ્છખબરડૉટકોમ, ભુજઃ દિવાળી પર્વે જ ગુજરાત સરકારના મંત્રી મંડળમાં ભારે પરિવર્તન સાથે તેનું વિસ્તરણ કરાયું છે. આ ફેરબદલમાં કચ્છને રાજ્યકક્ષાનું મંત્રીપદ મળ્યું છે. મળતી માહિતી મુજબ ત્રિકમભાઈને ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણનું ખાતું સોંપાયું છે. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ બિજલભાઈ છાંગાનો રાજ્યકક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરાયો છે. રતનાલ ગામના રહેવાસી ૬૩ વર્ષિય ત્રિકમભાઈ છાંગા વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલાં છે. બી.એ. અને બી.એડ. થયેલા ત્રિકમભાઈ વ્યવસાયે શિક્ષક અને આચાર્ય રહી ચૂકેલાં છે. ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને નાયબ મુખ્ય મંત્રી તરીકે બઢતી મળી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલાં અર્જુન મોઢવાડિયાને કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
Share it on
|