click here to go to advertiser's link
Visitors :  
16-Jul-2025, Wednesday
Home -> Bhuj -> Act against social media accounts and pages spreading hatred
Tuesday, 01-Oct-2024 - Bhuj 52878 views
કોમી ઉશ્કેરણી ફેલાવતાં ફેસબૂક પેજ અને એકાઉન્ટ તત્કાળ બંધ કરાવવા રજૂઆત
કચ્છખબરડૉટકોમ, ભુજઃ સોશિયલ મીડિયાના માધ્યમથી ઈસ્લામ ધર્મ વિશે અણછાજતી ટીપ્પણીઓ કરીને કોમી એખલાસમાં પલીતો ચાંપવા તત્પર રહેતાં તત્વો વિરુધ્ધ કડક પગલાં ભરવા ગાંધીધામના રાજકીય સામાજિક અગ્રણીએ કચ્છના પોલીસ તંત્રને રજૂઆત કરી છે. ત્રણેક દિવસ અગાઉ જ આવા એક વ્યક્તિ વિરુધ્ધ ગાંધીધામમાં ફરિયાદ નોંધાવાતા પોલીસે તેની અટક કરી છે.

મુસ્લિમ આગેવાન હાજી જુમા રાયમાએ પોલીસ તંત્રને અપીલ કરતાં જણાવ્યું કે ઈન્સ્ટાગ્રામ અને ફેસબૂક પર અનેક એકાઉન્ટ અને પેજ એવા છે જેમાં સતત મુસ્લિમવિરોધી ઝેર અને નફરત ઓકવામાં આવી રહ્યા છે. આવા એકાઉન્ટ અને પેજને અન્ય કટ્ટરવાદી અસામાજિક તત્વો લાઈક તથા શૅર કરીને બે સમાજ વચ્ચે વૈમનસ્ય ભડકાવી રહ્યાં છે. ઘણાં તત્વો તેમાં સાંખી ના શકાય તેવી કોમેન્ટ કરે છે. ત્યારે, સોશિયલ મીડિયા પર ચાલતાં આવા એકાઉન્ટ્સ અને પેજ તત્કાળ બંધ કરાવાય, આવા પેજને શેર કરતાં કે તેમાં નફરતી કોમેન્ટ કરતાં તત્વોને પણ ગુનામાં મદદગારી બદલ ફીટ કરીને તેમના પર પાસા લગાડી અંદર કરવામાં આવે તે આવશ્યક છે. જુમા રાયમાએ જણાવ્યું કે મુસ્લિમ સમાજના લોકો આવા ઉશ્કેરણીજનક પોસ્ટ અને સંદેશાઓ અંગે સંયમ રાખીને કાયદેસર કાર્યવાહી કરાવવા પ્રયાસ કરે.

Share it on
   

Recent News  
મહિને ૨૦ હજાર માંગતા VTV ને INDIA TVના બે તોડબાજ પત્રકારની ‘ચાકી’ LCBએ ઢીલી કરી
 
બુલેટ ટ્રેન શરૂ થાય ત્યારે ખરી પણ કંડલામાં દેશની પહેલી મેગ્નેટિક રેલ દોડશે
 
માંડવીઃ પિતા પુત્ર પર ઍસિડ એટેક બદલ આધેડને સેશન્સે પાંચ વર્ષનો કારાવાસ ફટકાર્યો