click here to go to advertiser's link
Visitors :  
16-May-2025, Friday
Home -> Bhuj -> Acid attack in Bhuj Seven family members suffer burn injuries
Monday, 29-Apr-2024 - Bhuj 80176 views
ભુજમાં લગ્નપ્રસંગે હિંસક ધિંગાણું: ડોલ અને જગ ભરીને એસિડ રેડાતાં સાત જણ દાઝ્યાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજમાં ઘર બહાર શેરીના રસ્તા પર ઈ-બાઈક ધીમે હંકારવા મામલે આજે બે પરિવારો વચ્ચે લોખંડની ટામી, કૂહાડી, ધોકા જેવા હથિયારોથી હિંસક ધિંગાણું થતાં બંને પક્ષે દસેક લોકોને નાની મોટી ઈજા થઈ છે. ચોંકાવનારી બાબત એ છે કે એક પક્ષે પ્લાસ્ટિકના જગ અને ડોલમાં એસિડ ભરી લાવીને છાંટતા એક જ પરિવારના સાત લોકો દાઝી ગયાં છે. શહેરની મોલુવાળી મસ્જિદ પાછળ આવેલી શિવહરીનગર સોસાયટીમાં આજે સવારે સાડા દસના અરસામાં ધિંગાણું ખેલાયું હતું.

સોસાયટીમાં રહેતાં અબ્દુલ ભટ્ટીના પુત્ર અલી અસગરનો લગ્નપ્રસંગ હોઈ ઘરે ઘણાં મહેમાનો આવ્યાં હતાં. આ સમયે નજીકમાં રહેતો આદમ અઝીઝ ખત્રી ઈલેક્ટ્રીક સ્કુટરથી પૂરઝડપે બેથી ત્રણ વખત શેરીમાંથી પસાર થતાં અલી અસગરે તેને થોભાવી વાહન ધીમે હંકારવા જણાવ્યું હતું.

આદમ ખત્રીએ ઉશ્કેરાઈને ‘રોડ તારા બાપનો નથી’ કહીને ગાળાગાળી શરૂ કરતાં બબાલ થઈ હતી.

થોડીકવાર બાદ આદમ ખત્રી, તેના પિતા અઝીઝ ખત્રી, ભાઈ ઈબ્રાહિમ, કાકા સત્તાર ખત્રી તથા અન્ય ચારથી પાંચ જણે ધોકા, લોખંડની ટામી વગેરે હથિયારો સાથે આવીને હુમલો કર્યો હતો.

અઝીઝના હાથમાં જલદ એસિડ ભરેલી પ્લાસ્ટિકની ડોલ જ્યારે આદમના હાથમાં એસિડ ભરેલો પ્લાસ્ટિકનો જગ હતો.

આરોપીઓએ એસિડ ઍટેક કરતાં ફરિયાદી અખ્તર અબ્દુલ ભટ્ટીના બનેવી મોઈન મામદ ગાલા, પિતા અબ્દુલ, બહેન નાઝમીન, માતા રૂકિયા, કાકી હસીના વિવિધ અંગો દાઝી ગયાં હતાં. તો, અલી અસગર, તેના ભાઈ અરમાન, માતા રૂકિયા અને બહેન નાઝમીનને ધોકા તથા ટામીથી પગ, માથા, પીઠ સહિતના અંગોમાં ઈજા થઈ છે. બનાવ અંગે ભુજ બી ડિવિઝન પોલીસે આદમ અઝીઝ ખત્રી, અઝીઝ ખત્રી, ઈબ્રાહિમ અઝીઝ ખત્રી, સત્તાર ખત્રી તથા સાથે આવેલા અન્ય ચારથી પાંચ અજાણ્યા શખ્સો સામે એસિડ ઍટેક (ઈપીકો કલમ ૩૨૬) સહિત અન્ય વિવિધ કલમો તળે ગુનો નોંધ્યો છે.

આ મામલે સામા પક્ષે પણ ચારથી વધુ લોકો સામે કૂહાડી, ધોકા સાથેના હથિયારો સાથે હુમલાની વળતી ફરિયાદ નોંધાવી છે, જેમાં એક જણને કૂહાડીથી છ ટાંકા જેટલી ઈજા થઈ હોવાનું અને અન્યોને મુઢ માર વાગ્યો હોવાનું જણાવાયું છે.

પોલીસે બંને ફરિયાદોમાં રાયોટીંગ સહિતની કલમો લગાડી છે. ભુજ બી ડિવિઝન પોલીસે એસિડ ઍટેકની ફરિયાદના પગલે અબ્દુલ સત્તાર ખત્રી, આદમ ખત્રી, ઈસ્માઈલ અઝીઝ ખત્રી, અબ્દુલ અઝીઝ ખત્રી એમ ચાર લોકોની ધરપકડ કરી છે, જ્યારે ક્રોસ ફરિયાદ સંદર્ભે અખ્તર ભટ્ટી નામના શખ્સની અટક કરી છે. બનાવ અંગે પીઆઈ આર.જે. ઠુમ્મરે તપાસ હાથ ધરી છે.

Share it on
   

Recent News  
સોનાના નામે ૨૮.૭૫ લાખની ઠગાઈઃ ભુજના રીઢા શખ્સની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ્દ
 
ગુજસીટોક તળે અંજારની વ્યાજખોર બહેનોના ૩૯ લાખના વધુ ૩ મકાન પોલીસે જપ્ત કર્યાં
 
સમૂહલગ્નમાં સ્ટેજ ઉપર મહંત પર હુમલોઃ હિંદુ સમાજની ભુજમાં વિશાળ વિરોધ રેલી