click here to go to advertiser's link
Visitors :  
19-Jan-2026, Monday
Home -> Bhuj -> ACB caught two govt staffer accepting bribe of 40K in Bhuj Taluka Panchayat
Thursday, 31-Jul-2025 - Bhuj 89723 views
ભુજ તાલુકા પંચાયતમાં ACBની ટ્રેપઃ બે કર્મચારી ૪૦ હજારની લાંચ લેતા ઝડપાયાં
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ તાલુકાના ગ્રામિણ વિસ્તારોમાં પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ નિર્માણ પામતાં મકાનોની સહાય માટેની અરજીઓમાં જરૂરી ટેકનિકલ કાર્યવાહી કરી આપવા બદલ લાંચ લેતા બે પૈકી એક કર્મચારી રંગેહાથ ઝડપાઈ ગયો છે. ભુજ તાલુકા પંચાયતમાં ACBએ ટ્રેપ ગોઠવીને ટેકનિકલ આસિસ્ટન્ટ (કરાર આધારીત) વિશાલ ભરતભાઈ જોશીના કહેવાથી ૪૦ હજારની લાંચ લેતા ગ્રામ સેવકને રંગેહાથ ઝડપી પાડ્યો છે. વિશાલ સ્થળ પર હાજર ના મળતાં તેની ધરપકડ કરવા કાર્યવાહી શરૂ કરાઈ છે.

સરકારી કચેરીના કામકાજ સમયે ACBએ ગોઠવેલી ટ્રેપથી ભ્રષ્ટ પંચાયત કર્મચારીઓમાં  ફફડાટ ફેલાઈ ગયો છે. ભુજ તાલુકાના મોટા દિનારા ગામના એક અરજદારે પીએમ આવાસ યોજના હેઠળ તેના અને સંબંધીઓના મકાનોમાં સહાય મેળવવા માટે અરજી કરેલી. જે અંતર્ગત આ લાંચ માગવામાં આવી હતી. એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શનમાં ભુજ એસીબી પીઆઈ લાલજીભાઈ ચૌધરી અને તેમની ટીમે આ સફળ ટ્રેપ ગોઠવી હતી.

Share it on
   

Recent News  
રૂપિયા ખાતર પતિને જીવતો સળગાવવાના ગુનાની આરોપી પત્નીને જામીન પર છોડવા કૉર્ટની ના
 
વોટ ચોરી! કચ્છમાં ૨૫થી ૩૦ હજાર મતદારોના નામ હટાવવા ભાજપે કારસો રચ્યોઃ કોંગ્રેસ
 
રેપ પીડિત ૬ વર્ષની બાળકીને યોગ્ય સારવાર ના મળતા કૉર્ટે હોસ્પિટલોને ફટકારી નોટિસ