કચ્છખબરડૉટકોમ, ભુજઃ નવલી નવરાત્રિ દરમિયાન માતાના મઢના પદયાત્રીઓની સુવિધા માટે એસટી નિગમના ભુજ ડેપોએ એકસ્ટ્રા બસોનું સંચાલન કરીને ૯૭ લાખ ૯૦ હજાર રૂપિયાની જંગી આવક મેળવી છે. ભુજ એસટી ડેપો દ્વારા ૧૮ ઓક્ટોબરથી ૩૦ ઓક્ટોબર દરમિયાન ૧૬૫ વધારાની બસો દોડાવાઈ હતી. આ બસો મારફતે કુલ ૨૧૧૪ ટ્રીપ મારવામાં આવેલી અને ૨ લાખ ૯૫૩૫ કિલોમીટરથી વધુ સંચાલન કરી ૯૭ લાખ ૯૦ હજાર રૂપિયાની આવક મેળવવામાં આવી હતી. ગત વર્ષની તુલનાએ ૧૬.૩૬ લાખની વધુ આવક
એક્સ્ટ્રા ટ્રીપ મારફતે એસટી નિગમે ૬૭ હજાર ૬૬૬ પ્રવાસીઓને સુવિધા આપી હતી. વિશેષ આયોજન થકી એસટી નિગમને પ્રતિ કિલોમીટરે ૪૬.૭૨ રૂપિયાની આવક થઈ છે. આ વિશેષ આયોજનમાં એસટીના ૨૭ અધિકારી અને સુપરવાઈઝર જોડાયાં હતા. ગત વર્ષની તુલનાએ આ વર્ષે એસટી નિગમે ૧૬.૩૬ લાખ રૂપિયા વધુ આવક મેળવી છે. ગત વર્ષની તુલનાએ આ વર્ષે ૧૪૫ વધુ ટ્રીપ સાથે ૨૫ હજાર ૬૩૭ કિલોમીટરથી વધુ અંતરનું સંચાલન કરવામાં આવ્યું હતું.
હવે દિવાળીને અનુક્ષી વિશેષ ટ્રીપોનું આયોજન
આગામી દિવાળીના પર્વને અનુલક્ષીને ભુજ ડેપોએ વધુ એકવાર લાંબા અંતરની એકસ્ટ્રા બસોના સંચાલનનું આયોજન ઘડી નાખ્યું છે. આગામી ૧૬ ઓક્ટોબરથી ૧૯ ઓક્ટોબર દરમિયાન પંચમહાલ, ગોધરા, સાબરકાંઠા, બનાસકાંઠા વગેરે જિલ્લાને જોડતી એક્સ્ટ્રા બસો દોડાવાશે. પ્રવાસીઓ એડવાન્સ બુકિંગ કરાવી શકશે. આખી બસનું ગૃપ બુકિંગ કરાવનારને ઘરઆંગણે લેવા મૂકવાની સુવિધા ઉપલબ્ધ કરાવાશે.
Share it on
|