click here to go to advertiser's link
Visitors :  
28-Jul-2026, Tuesday
Home -> Bhuj -> 21 illegal shops demolished land worth Rs 37.50 lakh freed at Nana Varnora
Sunday, 07-Jun-2026 - Bhuj 33270 views
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત
કચ્છખબરડૉટકોમ, ભુજઃ રાયધણપરમાં મચાવેલા હુલ્લડના પગલે ભુજ તાલુકાનું નાના વરનોરા ગામ પોલીસ અને વહીવટી તંત્રના રડાર પર આવ્યું છે. જિલ્લા વહીવટી તંત્રે આ ગામમાં દબાણ હટાવ ઝુંબેશ છેડીને અંદાજે ૩૭.૫૦ લાખની સરકારી જમીન અતિક્રમણથી મુક્ત કરાવી છે. જાહેર માર્ગમાં અડચણરૂપ બનતી ૨૧ જેટલી પાકી દુકાનો દૂર કરીને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે. અત્યારસુધીમાં આશરે ૧૫૦૦ ચોરસ મીટર જેટલી જમીન અતિક્રમણ મુક્ત કરવામાં આવી છે.

દબાણમુક્ત કરાયેલી આ સરકારી જમીનની કિંમત અંદાજિત રૂપિયા ૩૭ લાખ ૫૦ હજાર જેટલી થવા જાય છે. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શનમાં ભુજ ગ્રામ્ય મામલતદાર, ભુજ તાલુકા વિકાસ અધિકારી, માર્ગ અને મકાન (R&B) વિભાગની સંયુક્ત ટુકડીઓએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવ કામગીરી શરૂ કરી છે. સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણો હટાવવાની આ ઝુંબેશ હજુ પણ અવિરતપણે ચાલુ જ છે. કચ્છ વહીવટી તંત્ર દ્વારા નાના વરનોરાના ગામતળ અને સીમ વિસ્તારમાં રહેલા અન્ય ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવશે.

Share it on
   

Recent News  
ગાંધીધામઃ શિપીંગ બિઝનેસમેનને બંધક બનાવી દુબઈ રહેતા ભાઈ પાસેથી ૫.૫૫ કરોડ પડાવાયાં
 
ગાંધીધામમાં સગો દીકરો રોકડાં દોઢ લાખ, ૫.૫૫ લાખના ઘરેણાં ચોરી BMW કાર હંકારી ગયો
 
કચ્છમાં વધુ એકવાર SMC ત્રાટકીઃ ગાગોદર નજીક ૪૮.૩૫ લાખનો દારૂ ભરેલું ટ્રેલર પકડાયુ