click here to go to advertiser's link
Visitors :  
09-Jun-2026, Tuesday
Home -> Bhuj -> 19 Year Old Bhuj Girl Killed in Trailer Crash near Naranpar
Monday, 11-May-2026 - Bhuj 34710 views
નારાણપર નજીક ટ્રેલરની ટક્કરે ભુજની ૧૯ વર્ષિય આશાસ્પદ યુવતીનું સ્થળ પર મૃત્યુ
કચ્છખબરડૉટકોમ, ભુજઃ ભુજ માંડવી હાઈવે પર નારાણપર (રાવરી) ત્રણ રસ્તાથી થોડેક આગળ ટ્રેલરની અડફેટે ભુજની ૧૯ વર્ષિય આશાસ્પદ યુવતીનું ગંભીર ઈજાથી સ્થળ પર જ પ્રાણપંખેરું ઉડી ગયું છે. આજે સવારે ૧૦ વાગ્યાના અરસામાં નારાણપર ત્રણ રસ્તાથી આગળ પેટ્રોલ પંપ પાસે દુર્ઘટના સર્જાઈ હતી. મરણ જનાર વિધિ જગદીશભાઈ વાઘેલા એક્સેસ મોપેડથી દહિસરા નોકરી જતી હતી ત્યારે પાછળથી આવેલા ટ્રેલરના ચાલકે મોપેડને ઓવરટેક કરવા જતા દુર્ઘટના સર્જાઈ હતી.

ટ્રેલર પર પાણીનો તોતીંગ પાઈપ લાદેલો હતો. બનાવ અંગે વિધિની મોટી બહેન દિવ્યાએ GJ-12 BY-3314 નંબરના ટ્રેલરના ચાલક વિરુધ્ધ માનકૂવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

ડૉક્ટર બનવા ઈચ્છતી વિધિએ નીટની ફરી પરીક્ષા આપેલી

મરણ જનાર વિધિ ભુજના કૈલાસનગરમાં માતા અને મોટી બહેન સાથે રહેતી હતી. એક દોઢ વર્ષ અગાઉ વિધિના પિતાનું અકાળે મૃત્યુ નીપજ્યું હતું. હતભાગી વિધિ થોડાંક સમય અગાઉ પોસ્ટ વિભાગમાં નોકરી લાગી હતી. બાર સાયન્સ પૂર્ણ કર્યાં બાદ તે ડૉક્ટર બનવા ઈચ્છતી હતી. આ વર્ષે તેણે ફરી વખત નીટની પરીક્ષા આપી હતી. પરંતુ, સપનું સાકાર થાય તે પહેલાં ક્રૂર વિધાતાએ વિધિની આંખોને કાયમ માટે મીંચી દીધી છે.

Share it on
   

Recent News  
ભુજ માધાપરમાં તરખાટ મચાવનારો રીઢો ચેઈન સ્નેચર હવે મોરબીમાં હાથ અજમાવતાં ઝડપાયો
 
ભુજની ખાનગી હોસ્પિટલમાં બખેડોઃ ત્રિપુટીએ કોન્સ્ટેબલને માર મારીને ગુસ્સો ઉતાર્યો!
 
નાના વરનોરામાં ૨૧ ગેરકાયદે દુકાનો પર ફર્યું બુલડોઝરઃ ૩૭.૫૦ લાખની જમીન દબાણમુક્ત