કચ્છખબરડૉટકોમ, ભુજઃ ગુજરાત સરકારે રાજ્યના ૧૦૯ IAS અધિકારીઓની કરેલી સામૂહિક બદલી અંતર્ગત કચ્છના કલેક્ટર દિલીપ રાણા, મદદનીશ કલેક્ટર અતિરાગ ચપલોત અને ડીડીઓ ભવ્ય વર્માની બદલી કરાઈ છે. દિલીપ રાણાની વિધાનસભા ચૂંટણી પૂર્વે ૧૨ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ કચ્છ કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ હતી. પાંચ માસના ટૂંકા ગાળામાં તેમની ટ્રાન્સફર કરાઈ છે. રાણા સુપર ટાઈમ સ્કેલના પ્રમોશન સાથે વડોદરા મ્યુનિસિપલ કમિશનર તરીકે નીમાયાં છે. રાણાના સ્થાને રાજકોટના મ્યુનિસિપલ કમિશનર અમીત અરોરાની કચ્છ કલેક્ટર તરીકે નિમણૂક કરાઈ છે. એ જ રીતે, સપ્ટેમ્બર ૨૦૨૦માં પૂર્વ ડીડીઓ પ્રભવ જોશીની બદલી બાદ ડીડીઓ તરીકે નીમાયેલાં ભવ્ય વર્માની ગાંધીનગરમાં સ્વચ્છ ભારત મિશન (અર્બન)ના મિશન ડિરેક્ટર તરીકે બદલી કરાઈ છે. ગાંધીનગરમાં હાલ તેમના સ્થાને રહેલાં એસ.કે. પ્રજાપતિની કચ્છ ડીડીઓ તરીકે પ્રતિ નિમણૂક કરાઈ છે. વર્માએ કોવિડ અને ત્યારબાદ લમ્પીના વાવર સામે નોંધપાત્ર કામગીરી કરી હતી.
ભુજના સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને મદદનીશ કલેક્ટર અતિરાગ ચપલોતની વલસાડમાં ટ્રાઈબલ એરીયા સબ પ્લાનના પ્રોજેક્ટ એડમિનિસ્ટ્રેટર તરીકે બદલી કરાઈ છે.
Share it on
|