|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉ તાલુકાના લખાપર ગામે તળાવમાં નહાવા પડેલાં માલધારી કોળી પરિવારના બે કિશોરોના ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યાં છે. પોલીસ મથકેથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ બેઉ કિશોર ગઈકાલે સવારથી ભેંસો ચરાવવા નીકળ્યાં હતા. સાંજ સુધી ઘરે પરત ના ફરતાં પરિવારજનોએ શોધખોળ હાથ ધરેલી. દરમિયાન આજે સવારે ગામના તળાવકાંઠે બેઉની ચપ્પલ જોવા મળતાં બેઉ જણ ડૂબી ગયાં હોવાની શંકા પ્રબળ બની હતી. સામખિયાળી પોલીસે ભચાઉ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયરના લાશ્કરોએ તળાવમાં તપાસ હાથ ધરીને બેઉ કિશોરોના મૃતદેહ બહાર કાઢ્યાં છે. મૃતકોમાં કમલેશ બેચરભાઈ કોળી (ઉ.વ. ૧૨) અને દલસુખ હરખાભાઈ કોળી (ઉ.વ. ૧૩)નો સમાવેશ થાય છે. બબ્બે બાળકોના અકાળ મૃત્યુથી ગામમાં માતમ છવાઈ ગયો છે. સામખિયાળી પીઆઈ વી.કે. ગઢવીએ બનાવ અંગે તપાસ હાથ ધરી છે.
Share it on
|