|
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉની દલિત વિધવા વૃધ્ધાની સર્વે નંબર ૧૯૫૩ની ૪૫૯૫ ચોરસ મીટર જમીન ગેરકાયદે પચાવી પાડવા બદલ બે શખ્સો સામે પોલીસે લેન્ડગ્રેબિંગ એક્ટ તળે ફરિયાદ નોંધી છે. ૬૫ વર્ષિય મીઠીબેન પચાણભાઈ ખાણીયાએ જમીન પચાવી પાડવા બદલ અક્ષરસિંહ વનરાજસિંહ ઝાલા અને વીરેન્દ્રસિંહ દેવુભા ઝાલા વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે. વર્ષો અગાઉ મીઠીબેનના વડીલોને આ જમીન સાંથણીમાં મળી હતી. આરોપીઓએ વર્ષોથી જમીન પર ગેરકાયદે કબજો કરી રાખ્યો છે. જેમાં અન્ય ૩૨ જણે ભાગ માટે વિવાદ કરેલો છે.
૨૦૨૨માં ફરિયાદીએ દબાણકારો સામે ફરિયાદ નોંધાવવા કલેક્ટરની સમિતિને અરજી કરેલી. જેના પગલે આરોપીઓએ ગુજરાત હાઈકૉર્ટમાંથી વચગાળાની રાહત મેળવેલી. જો કે, હાઈકૉર્ટે આ રાહત પાછળથી રદ્દ કરી નાખી હતી.
સરકારી તંત્રની તપાસમાં આરોપીઓએ આસપાસના અન્ય સર્વે નંબરોની શ્રીસરકાર અને ટ્રાવર્સની જમીનમાં પણ ગેરકાયદે કબજો કર્યો હોવાનું સ્પષ્ટ થયું હતું.
Share it on
|