click here to go to advertiser's link
Visitors :  
13-Jun-2025, Friday
Home -> Bhachau -> Three died in a road accident near Katariya Bhachau
Wednesday, 02-Oct-2024 - Bhachau 58199 views
કટારીયા અને ચાંદ્રાણી નજીક ૩ માર્ગ અકસ્માતમાં ૫ યાત્રાળુના મોતઃ ૨૮ લોકો ઘાયલ
કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ માતાના મઢના દર્શન અર્થે દેશના ખૂણે ખૂણેથી લાખ્ખો પદયાત્રીઓ ઉમટી પડતાં કચ્છના માર્ગો પર હાલ માનવ મહેરામણ ઉમટ્યો છે. કોઈક દર્શને જઈ રહ્યું છે તો કોઈક દર્શન કરીને પરત ફરી રહ્યું છે. દરમિયાન, ભચાઉના કટારીયા અને અંજારના ચાંદ્રાણી નજીક માર્ગ અકસ્માતની ત્રણ જુદી જુદી દુર્ઘટનામાં ૫ લોકોના મૃત્યુ નીપજતાં અને ૨૮ લોકો ઘાયલ થતાં પોલીસમાં દોડધામ મચેલી રહી છે.
કટારીયા નજીક ત્રણનાં મોત, ૧૫ ઘાયલ

ભચાઉના કટારીયા નજીક આજે બપોરે ટ્રકે ટ્રેક્ટરને ટક્કર મારતાં હળવદના ખાખરેચી ગામની બે મહિલા અને એક ૬ વર્ષના બાળક  સહિત ત્રણ લોકોના સ્થળ પર મોત નીપજ્યાં હતાં. જ્યારે ૭ મહિલા સહિત ૧૫ લોકોને હળવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. સામખિયાળી પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતકોમાં વનિતાબેન નવઘણભાઈ ઉચાસણા, જીવતીબેન બીજલભાઈ સંખેસરીયા અને વિવેક ગોરધન સંખેસરીયાનો સમાવેશ થાય છે. દુર્ઘટનામાં (૧) નવઘણ પ્રભુભાઈ ઉચાસણા (૨) રવિનાબેન નવઘણ ઉચાસણા (૩) કરસન પ્રભુભાઈ ઉચાસણા (૪) ચંપાબેન પ્રભુભાઈ ઉચાસણા (૫) શોભનાબેન તુલસીભાઈ ઉચાસણા (૬)  (૭) ચંદ્રિકાબેન નરેશભાઈ ઉચાસણા (૮) ગોરધન બીજલભાઈ સંખેસરીયા (૯) પ્રભાબેન ગોરધન સંખેસરીયા (૧૦) મનીષ ગોરધન સંખેસરીયા (૧૧) કાનજી ગોરધન સંખેસરીયા (૧૨) લાભુભાઈ રવજીભાઈ સંખેસરીયા (૧૩) આકાશ સીઘાભાઈ સંખેસરીયા (૧૪) પ્રીતિ આશિષ સંખેસરીયા અને (૧૫) રેખાબેન આશિષ સંખેસરીયાને હળવી ગંભીર ઈજાઓ થઈ હતી.

ચાંદ્રાણી નજીક બોલેરોને ડમ્પરે ટક્કર મારતાં યુવતીનું મોત

અંજારના ચાંદ્રાણી નજીક માતાના મઢના દર્શન કરીને બોલેરોમાં પરત ફરી રહેલાં સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના સજનપુર ગામના પટેલ પરિવારના વાહનને ગત રાત્રે ૧૧ વાગ્યે સામેથી પૂરઝડપે આવતાં ડમ્પરે ટક્કર મારતાં બેઉ વાહન પલટી ગયાં હતાં. દુર્ઘટનામાં બોલેરોચાલક શાદુળભાઈ ઝીંઝુવાડીયા (કોલી) (રહે. જેસડા, ધ્રાંગધ્રા)ની સગી ભત્રીજી પ્રિયા જેન્તીભાઈ ઝીંઝુવાડીયાનું ગંભીર ઈજાથી મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે, બોલેરો પલટી જતાં (૧) કાનજી અરજણ પટેલ (૨) જયંતી રામજી મેથાણીયા (૩) સરોજબેન મનસુખ મેથાણી (૪) અક્ષય મનસુખ પટેલ (૫) શારદાબેન અમૃતભાઈ મેથાણીયા (૬) દક્ષાબેન ભરતભાઈ મેથાણીયા (૭) રંજનબેન ચંદુલાલ મેથાણીયા (૮) અમૃતભાઈ નાગરભાઈ મેથાણીયા (૯) જ્યોત્સનાબેન દશરથભાઈ ગૌરયા (૧૦) શારદાબેન હરજીવન મેથાણીયા (૧૧) પ્રભાબેન હરજીવન મેથાણીયા અને (૧૨) બોલેરોચાલક શાદુળભાઈને હાથ-પગે ફેક્ર્ચર  તથા માથા સહિતના અંગોમાં ઈજાઓ થઈ હતી.

ચાંદ્રાણી નજીક બોલેરોની ટક્કરે બાઈકચાલકનું મોત

આ દુર્ઘટના અગાઉ મંગળવારે ચાંદ્રાણી નજીક પેટ્રોલ પંપ પાસે ચાર વાગ્યાના અરસામાં બાઈક પર માતાના મઢના દર્શને જઈ રહેલાં બે બાઈકસવારને બોલેરોએ ટક્કર મારતાં બાઈકચાલક દશરથ ધરમશી (રહે. લાકડાધાર, રાપર)નું સ્થળ પર મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે બાઈક પાછળ બેઠેલાં નીતેશ ભુપતભાઈ ડાભી (રહે. નવાગામ, થાન, સુરેન્દ્રનગર)ને હળવી મધ્યમ ઈજાઓ થઈ હતી.

updated @ 23:42

Share it on
   

Recent News  
નકલી નોટોથી ઠગાઈ થાય તે અગાઉ LCBએ રહેણાકમાં રેઈડ કરી ૬ ચીટરને રંગેહાથ પકડ્યાં
 
એકતરફી પ્રેમાંધ પીપરના યુવકે યુવતીની હત્યા કરીઃ જખણિયામાં ભુજના યુવકની હત્યા
 
એવું શું થયું કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું ડ્રીમ લાઈનર આગનો ગોળો બની ક્રેશ થયું?