click here to go to advertiser's link
Visitors :  
17-May-2025, Saturday
Home -> Bhachau -> Rape and Murder Convict Awarded With Rigorous Life Term By Bhachau POCSO Court
Friday, 16-May-2025 - Bhachau 4994 views
૭ વર્ષની બાળકી પર રેપ કરી હત્યા કરનારા હેવાનને ભચાઉની કૉર્ટે જનમટીપની સજા ફટકારી
કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના લાખાપર ગામે સવા સાત વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી બંધ ઘરની અંદર લઈ જઈ બળાત્કાર ગુજારી, ગળું દબાવીને હત્યા કરનારા હેવાનને ભચાઉની વિશેષ પોક્સો કૉર્ટે ૨૦ વર્ષના સખ્ત કારાવાસ સાથે જનમટીપની સજા ફટકારી છે. આરોપી સામે પોલીસે લગાડેલી તમામ કલમો હેઠળ તેનો ગુનો પૂરવાર થયો છે. આજથી સાડા ૪ વર્ષ અગાઉ ૨૬-૧૦-૨૦૨૦ની બપોરે બનેલી આ ઘટનાએ સમગ્ર કચ્છમાં ભારે ખળભળાટ સર્જ્યો હતો.
જાણો, તે દિવસે શું બન્યું હતું

બનાવની બપોરે હતભાગી બાળકીની માતા નહાવા ઈચ્છતી હતી. જેથી તેણે દીકરીને નજીકમાં રહેતા કાકાના ઘરની ટાંકીમાં પાણી છે કે નહીં તે જોઈ આવવા મોકલી હતી.

બાળકી કાકાના ઘર તરફ ગયાં પછી ઘરે પાછી જ ફરી નહોતી.

માતા પિતાએ તેને શોધવાનું શરૂ કરેલું પરંતુ ક્યાંય પત્તો મળ્યો નહોતો. શોધતાં શોધતાં રાત પડી ગયેલી પણ દીકરીનો કોઈ પત્તો મળ્યો નહોતો. જાણ થતાં આખું ગામ શોધખોળમાં જોડાયું હતું. વોટસએપ પર મેસેજ વાયરલ થતાં સામખિયાળીના તત્કાલિન પો.સ.ઈ. વી.જી. લાંબરિયા, ભચાઉના તત્કાલિન પીઆઈ એ,.એન. કરંગિયા સહિતનો પોલીસ કાફલો પણ સર્ચ ઓપરેશનમાં જોડાયો હતો.

બીજા દિવસે સવારે નવ વાગ્યે હતભાગી બાળકીના ઘરથી થોડેક દૂર આવેલા એક બંધ ઘરમાં રસોડા પાસે જમીન પર પડેલો તેનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગર મોકલ્યો હતો. બાળકી જોડે કોઈએ દુષ્કર્મ આચરીને ગળું દબાવી તેની હત્યા કરી નાખી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ભચાઉના તત્કાલિન DySP કે.જી. ઝાલાના માર્ગદર્શનમાં સામખિયાળી પોલીસ ઉપરાંત LCB અને SOG જેવી ખાસ બ્રાન્ચોએ ગહન તપાસ કરીને ત્રીજા દિવસે માળિયા પાસેથી લાખાપરના જ ૨૨ વર્ષિય અપરિણિત આરોપી વિજય પ્રતાપ કોલી (મહાલિયા)ની ધરપકડ કરી હતી.

પોલીસે ભોગ બનનાર બાળકીના શરીરમાંથી મળેલાં સીમેન સાથે આરોપીના ડીએનએનો ટેસ્ટ કરાવતાં તે મેચ થઈ ગયો હતો.

આ કેસમાં સરકાર તરફે રજૂ થયેલાં ૩૪ સાક્ષીઓ અને ૧૬ દસ્તાવેજી આધાર પુરાવા, સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ અપરાધીને ફાંસીની સજા ફટકારવા કરેલી રજૂઆતને સાંભળ્યા બાદ ભચાઉ પોક્સો કૉર્ટના વિશેષ જજ અંદલિપ તિવારીએ વિજય કોલીને પોલીસે લગાડેલી તમામ કલમો તળે દોષી ઠેરવીને સખ્ત સજા ફટકારી છે. કૉર્ટે આરોપી પાસેથી વસૂલ થનારાં દંડના ૨૧ હજાર રૂપિયા ઉપરાંત વિક્ટીમ કોમ્પેન્સેસન સ્કિમ હેઠળ પાંચ લાખ રૂપિયાનું વળતર ચૂકવવા ડિસ્ટ્રીક્ટ લિગલ સર્વિસ ઑથરોટીને નિર્દેશ આપ્યો છે.

સરકારી વકીલ ડી.એસ. જાડેજાએ ઉમેર્યું કે આ કેસમાં મોટાભાગના સાક્ષીઓએ ગુનાને સમર્થનકારી જુબાની આપી હતી. ધરપકડ થયાં બાદ વિજયને કૉર્ટે જામીન આપ્યાં નહોતા અને સમગ્ર ટ્રાયલ અંડર ટ્રાયલ પ્રિઝનર તરીકે ચાલી હતી.
Share it on
   

Recent News  
સંઘવીના દાવા વચ્ચે વ્યાજખોરો બેફામઃ અંજારમાં ૪૮ લાખ માગતાં વ્યાજખોર સામે ફોજદારી
 
ઓપરેશન સિંદૂર ફક્ત ટ્રેલર, પિક્ચર હજુ બાકીઃ પાક. પ્રોબેશન પર છેઃ રાજનાથસિંહ
 
સોનાના નામે ૨૮.૭૫ લાખની ઠગાઈઃ ભુજના રીઢા શખ્સની ચાર્જશીટ બાદની જામીન અરજી રદ્દ