કચ્છખબરડૉટકોમ, ગાંધીધામઃ રાપરના કાનમેર નજીક મીઠાની જમીન પચાવવા ફાયરીંગ કરી એકની હત્યા કરવાના ગુનામાં પકડાયેલાં એક આરોપીની વચગાળાની જામીન અરજી કૉર્ટે ફગાવી દીધી છે. માસ્ટરમાઈન્ડ ગણાવાયેલાં ગાંધીધામનો દિલીપ અચાયી જામીન પર છૂટ્યો છે. ગત મે માસમાં રણમાં થયેલા ધિંગાણાના પગલે ભારે ચકચાર મચી ગઈ હતી. આ ગુનામાં ઝડપાયેલાં કાનમેરના બળદેવ ગેલા રાજપૂતે ઘરમાં આર્થિક હાલત નબળી હોઈ નાણાંની વ્યવસ્થા કરવા માટેના આધાર પર એક માસ પૂરતો જામીન પર છોડવા અરજી કરેલી. કૉર્ટે ગુનાની ગંભીરતા અને આરોપીની ભૂમિકાને અનુલક્ષી અરજી ફગાવી દીધી છે. બીજી તરફ, આ ગુનામાં ઝડપાયેલાં ગાંધીધામના દિલીપ અયાચીની નિયમિત જામીન અરજીને કૉર્ટે ગ્રાહ્ય રાખી તેને જામીન પર છોડવા હુકમ કર્યો છે. દિલીપ વતી ભુજના એડવોકેટ આર.એસ. ગઢવી, ભચાઉના વી.ડી. કોટક વગેરેની ટીમે ભચાઉ સેશન્સ કૉર્ટમાં દલીલો કરી હતી. ત્રીજા અધિક સેશન્સ જજ અંદલિપ તિવારીએ બંને અરજી પર ચુકાદા આપ્યાં છે.
Share it on
|