કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉના નંદગામ પાસે માથામાં પથરો ઝીંકીને યુવકને મોતને ઘાટ ઉતારી દેવાયો હોવાનો બનાવ બહાર આવ્યો છે. આજે ઢળતી સાંજે નંદગામ નજીક એચપી પેટ્રોલ પંપ પાસે આવેલા પડતર ખેતરમાં હત્યાનો બનાવ બન્યો હતો. ભચાઉ પોલીસે સ્થળ પર દોડી જઈને લાશને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી છે. મરણ જનાર યુવકનું નામ રાજુ શર્મા છે અને તેની ઉંમર અંદાજે ૨૫થી ૩૦ વર્ષની છે. મૃતક યુવક આસપાસમાં કોઈ ફેક્ટરીમાં મજૂરી કરતો હોવાનું મનાઈ રહ્યું છે. અજાણ્યા વ્યક્તિએ તેના માથામાં પથ્થર ઝીંકીને હત્યા કરી હોવાનું પોલીસ ઈન્સ્પેક્ટર અર્જુનસિંહ જાડેજાએ જણાવ્યું છે. પોલીસે મૃતક રાજુ શર્માના સ્વજનો તથા અજાણ્યા હત્યારાને શોધવા તપાસ શરૂ કરી છે.
Share it on
|