કટારિયા પાસે ગેસ ભરેલું ટેન્કર આગનો ગોળો બનીને ફાટતાં મોટી દુર્ઘટના સર્જાઈ
કચ્છખબરડૉટકોમ, સામખિયાળીઃ ભચાઉના કટારિયા તીર્થ પાસે ગેસ ભરેલું ટેન્કર આગનો ગોળો બનીને ધડાકાભેર ફાટતાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. આજે પરોઢે જૂના કટારિયા ઓવરબ્રિજથી માળિયા તરફ જતા નેશનલ હાઈવે પર આ દુર્ઘટના ઘટી છે.
Video :
ગેસ ભરેલું ટેન્કર ફાટતાં નજીકની હાઈવે હોટેલ પાસે ઊભેલાં છથી સાત જેટલાં ટ્રક અને ટ્રેલર પણ આગમાં ભસ્મિભૂત થઈ ગયાં છે. બનાવ અંગે જાણ થતાં ભચાઉ ફાયર બ્રિગેડની ટીમે સ્થળ પર દોડી જઈને અગ્નિશમનની કામગીરી હાથ ધરી છે.
ગેસ ભરેલા ટેન્કરના ફૂરચા દૂર દૂર સુધી ઉડી ગયાં છે. દુર્ઘટનામાં ટેન્કરના ચાલક સહિત અન્ય લોકોના મોત થયા હોવાની આશંકા સેવાય છે. દુર્ઘટનાના પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. સામખિયાળી પોલીસની ટીમ સ્થળ પર દોડી ગઈ છે. દુર્ઘટના અંગે વધુ વિગતોની રાહ જોવાય છે.