કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ ભચાઉમાં પડોશમાં રહેતી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ આચરવાના ગુનામાં આજે ભચાઉ સેશન્સ કૉર્ટે આરોપીને ૧૦ વર્ષની સખ્ત કેદ સાથે ૧૦ હજાર રુપિયા દંડ ફટકાર્યો છે. ૧૦-૧૧-૨૦૦૮ના રોજ આધોઈ પોલીસ સ્ટેશનમાં હાજી હાસમ સમા નામના યુવક સામે સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરી લઈ જઈને દુષ્કર્મ આચરવાનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં અનામત રાખેલો ચુકાદો આજે જાહેર કરીને ભચાઉના ત્રીજા અધિક સેશન્સ જજ અંદલીપ તિવારીએ હાસમ સમા (રહે. હિંમતપુરા, ભચાઉ)ને ઈપીકો કલમ ૩૭૬ હેઠળ દોષી ઠેરવી ૧૦ વર્ષના સખ્ત કારાવાસની સજા ફટકારી છે. હાસમ સમા અન્ય એક ગુનામાં આજીવન કેદની સજા પામેલો છે અને હાલ તે રાજકોટ જેલમાં પાકા કામના કેદી તરીકે સજા કાપી રહ્યો છે. આ કેસમાં મદદનીશ સરકારી વકીલ ડી.એસ. જાડેજા અને એમ.આર. જાડેજાએ દલીલો કરી હતી.
Share it on
|