કચ્છખબરડૉટકોમ, ભચાઉઃ પૂર્વ કચ્છમાં રીઢા લિસ્ટેડ બૂટલેગરો અને માથાભારે અસામાજિક તત્વોએ ગેરકાયદે કરેલાં દબાણો સામે પોલીસનું ઓપરેશન બુલડોઝર જારી રહ્યું છે. આજે આ બુલડોઝર ભચાઉના દરબાર ગઢમાં રહેતા કુખ્યાત બૂટલેગરના દબાણ પર ફરી વળ્યું હતું. અહીં રહેતા બૂટલેગર અશોકસિંહ બાલુભા જાડેજા ઊર્ફે મામાએ પત્નીના નામે બનાવેલા રહેણાંક મકાનમાં તંત્રની મંજૂરી વગર ગેરકાયદે બાંધકામ કર્યું હતું.
સ્ટેટ મોનિટરીંગ સેલે આ વિગતોની ખરાઈ કરાવી હતી. ભચાઉ પોલીસે ભચાઉ વિસ્તાર વિકાસ મંડળના ડિમોલીશનના હુકમના આધારે ભચાઉ પીઆઈ એ.એ. જાડેજા સહિતના કાફલાએ આ દબાણ દૂર કરાવ્યું છે.
Share it on
|